મોરબી : મોરબીમાં સાતમ આઠમના તહેવારો બાદ પોલીસ શ્રાવણીયા જુગારની બદીને અંકુશમાં લેવા તવાઈ અવિરતપણે ચાલુ રાખી છે.જેમાં ગઈકાલે મોરબી બી ડિવિજન પોલીસ સ્ટાફે ગઈકાલે શ્રાવણીયો જુગાર રમતા એક મહિલા સહિત ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.આ જુગારની રેડની મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગઈકાલે સામાકાંઠે આવેલ ત્રાજપર ખારી વિસ્તારમાં રામજી મંદિર નજીક જુગાર રમતા જીજ્ઞાબેન રમેશભાઈ સતોલા,કિશોરભાઈ લાભુભાઈ પાટડીયા, મુકેશભાઈ વેરશીભાઈ પરમારને રૂ.1800ની રોકડ રકમ સાથે બી ડિવિઝન પોલીસે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide