મોરબીમાં બાવડની ઝાડીમાં આગ લાગતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે

0
92
/
/
/
લખધીરપુર રોડ ઉપરની ઘટનામાં ફાયર બ્રિગ્રેડ વિભાગે થોડીવારમાં જ આગ ઉપર કાબુ મેળવી લીધો

મોરબી : આજે મોરબીના લખધીરપુર રોડ ઉપર વિશાલ ફર્નિચર પાછળ બાવડની ઝાડીમાં આગ ભભૂકી ઉઠી હતી.જો કે, ફાયર બ્રિગ્રેડ વિભાગે થોડીવારમાં જ આગ ઉપર કાબુ મેળવી લેતા સ્થાનિક લોકોએ રાહત લીધી હતી.

આગની ઘટનાની મોરબી ફાયર બ્રિગ્રેડ વિભાગ પાસેથી મળતી વિગતો અનુસાર મોરબીના લખધીરપુર રોડ ઉપર વિશાલ ફર્નિચર પાછળ બાવડની ઝાડીમાં આજે કોઈ કારણોસર આગ લાગી હતી અને બાવડની ઝાડીમાં લાગેલી આગ વધુ ફેલાય તે પૂર્વ જ મોરબી ફાયર બ્રિગ્રેડ વિભાગ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ફાયર વિભાગના લીડીગ ફાયરમેન મહાદેવ ઠાકોર, ડ્રાઈવર નિરવન, ફાયરમેન વિજયભાઈ, મહેન્દ્રભાઇ, ચેતનભાઈ સહિતનાએ થોડીવારમાં જ આગ ઉપર કાબુ મેળવી લેતા જાનમાલને કોઈ નુકસાન થયું નથી.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/