મોરબીમાં કોંગ્રેસ, આપ અને અપક્ષ સહિત કુલ 11 ફોર્મ ભરાયા

0
110
/
મોરબી જિલ્લામાં સ્થાનિક ચૂંટણી માટે ત્રીજા દિવસે 229 ફોર્મ ઉપડ્યા

મોરબી : હાલ મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે હાલ ઉમેદવારી પત્રો ઉપડવા અને ભરવાની પ્રક્રિયાનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે આજે ત્રીજા દિવસે મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની કુલ 230 બેઠકો માટે 229 ફોર્મ ઉપડ્યા હતા અને કોંગ્રેસ, આપ અને અપક્ષ સહિત 11 ઉમેદવારોએ ફોર્મ ભરી જમા કરાવ્યા હતા.

આગામી 28 ફ્રેબ્રુઆરીએ યોજાનાર મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે ફોર્મ ઉપાડવા-ભરવાની કાર્યવાહી દરમિયાન મોરબી તાલુકા પંચાયતની 26 બેઠકો માટે 17 ફોર્મ ઉપડ્યા અને 5 ફોર્મ ભરાયા હતા. તેવી જ રીતે વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠકો માટે 34 ફોર્મ ઉપડ્યા અને 3 ફોર્મ ભરાયા હતા. જ્યારે માળીયા તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 26 ફોર્મ ઉપડ્યા તેમજ ટંકારા તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 37 ફોર્મ ઉપડ્યા અને હળવદ તાલુકા પંચાયતની 20 બેઠકો માટે 14 ફોર્મ ઉપડ્યા તથા આ ત્રણેય તાલુકા પંચાયત માટે આજે ફોર્મ જમા થયા ન હતા.

બીજી તરફ આજે મોરબી નગરપાલિકાની 52 બેઠકો માટે 31 ફોર્મ ઉપડ્યા હતા અને એક ફોર્મ ભરાયું હતું. એ જ રીતે માળીયા નગરપાલિકા 24 બેઠકો માટે 26 ફોર્મ ઉપડ્યા અને વાંકાનેર નગરપાલિકાની 24 બેઠકી માટે 26 ફોર્મ ઉપડ્યા હતા.તેમજ મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકો માટે 18 ફોર્મ ઉપડ્યા અને 2 ફોર્મ ભરાયા હતા.

આજના દિવસે કુલ 11 ફોર્મ જમા થયા હતા. તેની વિગતો જોઈએ તો મોરબી તાલુકા પંચાયતની રવાપર-1 બેઠકમાં આપ તરફથી ભરતભાઇ જગજીવનભાઈ કાસુન્દ્રા, રવાપર-2 માં આપ તરફથી યોગેશભાઈ રમેશભાઈ રંગપરિયા, શનાળા-1 બેઠકમાં કોંગ્રેસ તરફથી રજનીકાંત રામજીભાઈ શિરવી, ખરેડા બેઠકમાં આપ તરફથી સતીષભાઈ ભોરણીયા, ત્રાજપર બેઠકમાં અપક્ષ તરીકે ભરતભાઇ વરાણીયા તેમજ મોરબી જિલ્લા પંચાયતની આમરણ બેઠકમાં આપ તરફથી બુખારી રજિયાબાનું સરફરાઝભાઈ, ઘુટુ બેઠકમાં આપ તરફથી રતિલાલ રૂડાભાઈ પરમાર અને મોરબી પાલિકાના વોર્ડ નંબર 2 માં આપ તરફથી સુમનબેન જયેશભાઇ સારેસાએ ફોર્મ ભરી પરત જમા પણ કરાવ્યા હતા.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/