મોરબી : મોરબી શહેરમાં કોરોનાના વધુ ત્રણ કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. આ ત્રણ કેસમાં કોરોનાથી મૃત્યુ પામેલા વૃધ્ધાના પતિ તેમજ નાની બજાર અને સુભાશનગરના બે પ્રૌઢનો સમાવેશ થાય છે. આ ત્રણેય કેસ મળીને જિલ્લામાં કોરોનાના કુલ કેસ 7 થયા છે. જ્યારે અત્યાર સુધીના કુલ કેસ 70 થયા છે.
મોરબી જિલ્લામાં આજના દિવસે સાંજ સુધીમાં ચાર પોઝિટિવ કેસો નોંધાયા બાદ જામનગરની લેબમાંથી આવેલા રિપોર્ટમાં વધુ નવા ત્રણ પોઝિટિવ કેસો સામે આવ્યા છે. આજે સાંજે માધાપર વિસ્તારના લીલાવંતીબેન સવજીભાઈ પરમાર ઉ.વ. 60 નામના વૃધ્ધાનું કોરોનાથી મોત થયું હતું. તેમના પતિ સવજીભાઈ રામજીભાઈ પરમાર ઉ.વ. 62નો કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો છે.
વધુમાં શહેરના નાની બજાર વિસ્તારમાં રહેતા યોગેશભાઈ શિવલાલભાઈ માણેક ઉ.વ. 52 તેમજ સુભાષનગર વિસ્તારમાં રહેતા કાંતિલાલ અમરશીભાઈ ઉ.વ. 52નો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આમ આજે બુધવારના રાતના અરસામાં વધુ ત્રણ પોઝિટિવ કેસો નોંધાતા આજે બુધવારનાં કુલ કેસ 7 થયા છે.
8 જુલાઈ, બુધવારના દિવસના નોંધાયેલા કેસની વિગત
1) મોરબી શહેર, 10- વસંત પ્લોટ : ભરતભાઇ દયાલજીભાઈ રાણપરા (ઉ.57)
2) મોરબી શહેર, 10- વસંત પ્લોટ : દયાલજીભાઈ મણિલાલ રાણપરા (ઉ.74)
3) મોરબી શહેર, ખારા કુવા શેરી, જુના બસસ્ટેન્ડ પાસે : માંડલીયા જયંતિભાઈ (ઉ.65)
4) વાંકાનેર તાલુકા, જોધપર(જૂનું ગામ) : ગોવિંદભાઇ હમીરભાઈ ટોલીયા (ઉ.63)
5) મોરબી શહેર, નાની બજાર : યોગેશભાઈ શિવલાલભાઈ માણેક (ઉ.52)
6) મોરબી શહેર, માધાપર વિસ્તાર : સવજીભાઈ રામજીભાઈ પરમાર (ઉ.62)
7) મોરબી શહેર, સુભાસનગર,મોરબી : કાંતિલાલભાઈ અમરશીભાઈ (ઉ.52)
મોરબી જિલ્લાના કુલ કોરોના કેસ : 70
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide