મોરબીમાં કોરોના ટેસ્ટ માટેની કિટો ની અછત સર્જાતા અથડામણ : પોલીસ બંદોબસ્ત મુકાયો

0
277
/

સોઓરડીમાં 110 ટેસ્ટ કીટ સામે 250 થી વધુ લોકો ઉમટી પડયા અર્બન સેન્ટરોમાં ટેસ્ટ કીટ ઓછી હોવા સામે લોકોમાં ભારે રોષ

મોરબી : હાલ મોરબીમાં કોરોના મહામારીની પરિસ્થિતિ દિવસને દિવસે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે તેમાંય સરકારી અબર્ન સેન્ટરોમાં ટેસ્ટ કીટની અછતને કારણે ભારે અંધાધૂંધી સર્જાઈ છે. આજે શહેરના અર્બન સેન્ટરોમાં ટેસ્ટ કીટ ઓછી હોય એની સાથે ત્રણ ગણાથી વધુ લોકો ઉમટી પડતા એક તબક્કે પોલીસને દરમિયાનગિરી કરવી પડી હતી. હવે અર્બન સેન્ટરોમાં ટેસ્ટ માટે મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય અને ટેસ્ટ કિટની અછતથી વારો આવતા ઘણી વાર લાગતા લોકોમાં ઉશ્કેરાટ વધ્યો છે.

મોરબીના અર્બન સેન્ટરોમા ટેસ્ટ કીટ કરતા વધુ સંખ્યામાં લોકો ઉમટી પડે છે. જેમાં સામાંકાંઠે સોઓરડી વિસ્તારમાં આવેલ અર્બન સેન્ટરમાં 110 જેટલી ટેસ્ટ કીટ સામે આશરે 250 થી 300 લોકો ઉમટી પડ્યા હતા અને વહેલી સવારથી લોકો ટેસ્ટ કરવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યા લોકો ઉમટી.પડતા અને ટેસ્ટ કીટ ઓછી હોવાથી વારો આવતા ઘણો વિલંબ થવાથી લોકોમાં ઉહાપોહ મચ્યો હતો. આથી પોલીસને બોલાવવી પડી હતી. પોલીસની પીસીઆર વાન આવીને મામલો થાળે પાડ્યો હતો. આ ઉપરાંત સ્થાનિક કાઉન્સિલર મનસુખભાઈ બરાસરાએ લોકોને સમજાવીને તેમનો રોષ પણ શાંત પાડ્યો હતો.મોટાભાગના અર્બન સેન્ટરોમાં ટેસ્ટ કીટ ઓછી હોવાથી ભારે હાડમારી ઉભી થાય છે. કારણ કે, દરેક અર્બન સેન્ટરોમાં ટેસ્ટ કીટ કરતા વધુ સંખ્યામાં લોકોનો ટેસ્ટ કરવા માટે અર્બન સેન્ટરોમાં ઘસારો રહે છે પણ ટેસ્ટ કીટ ઓછી હોવાથી ઘણી વાર બીજે દિવસે વારો આવે છે. પરસોત્તમ ચોકના અર્બન સેન્ટરમાં વહેલી સવારથી લાઈનો લાગી હતી અને લોકો વધી જતાં મંડપ નાખવામાં આવ્યો છે. મોટાભાગના અર્બન સેન્ટરોમાં ઓછી કીટ હોય અને બપોર સુધી કીટ ખલાસ થઈ જતી હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરના અર્બન સેન્ટરો ઉપરાંત નજીકના પીએચસી અને સીએચસી સેન્ટરોમાં પણ લોકોને ભારે હાડમારી ભોગવવી પડે છે. આથી તંત્ર આ બાબતે સુચારુ આયોજન ગોઠવે તેવી ખાસ માંગ ઉઠી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/