મોરબીમાં ડિસેમ્બર મહિના ના પ્રથમ સપ્તાહમાં જ 140 લોકો થયા કોરોના સંક્રમિત, 40 % સિનિયર સિટીઝન

0
56
/

લગ્ન સિઝન તેમજ શિયાળાની શરૂઆતને પગલે કોરોના ના કેસમાં વધારો જોવા મળ્યો 

મોરબી : હાલ દિવાળી પર્વ બાદથી મોરબી જિલ્લામાં કોરોના દર્દીઓમાં જબ્બર ઉછાળો આવ્યો હતો. નવેમ્બર મહિના 458 દર્દીઓ નવા આવ્યા બાદ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં 140 કેસ નવા આવ્યા છે. જેની સામે 90 દર્દીઓ એક સપ્તાહમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ગત સપ્તાહે નવા આવેલા કેસમાં 35થી 40 ટકા એટલે કે 50થી વધુ દર્દીઓ સિનિયર સીટીઝન છે. આ ઉપરાંત, યુવાનો અને આધેડ વયના લોકો પણ કોરોના પોઝિટિવ થયા હોવાનું પણ સામે આવ્યું હતું.

શહેરરમાં સિનિયર સિટીઝન દર્દીઓ વધુ હોવાનું એક કારણ વાતાવરણમાં હાલ ઠંડી અને ગરમી એમ મિશ્ર ૠતુનો અનુભવ થવાને કારણે સૌથી વધુ આ ઉંમરના દર્દીઓ સંક્રમિત થયા છે. આ ઉપરાંત, ઘરના કોઈ યુવાન સભ્ય કોરોના સંક્રમિત થયા હોય અને તેનો ચેપ તેમના માતા-પિતાને લાગવાથી પોઝિટિવ થયા હોય તેવું પ્રમાણ વધુ રહ્યું છે. વધુમાં, હાલ લગ્નની સિઝન પુર બહારમાં ખીલી છે. જેના કારણે લોકોની અવરજવર અને બજારમાં ખરીદી માટે નીકળવાને પગલે સંક્રમણની ઝડપથી વધી હતી.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/