મોરબી જિલ્લામાં ભાજપને 2.40 લાખ : કોંગ્રેસને 1.44 લાખ જેટલા મત મળ્યા

0
72
/

મોરબી : હાલ મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે મતદારોએ કોંગ્રેસનો સફાયો કરી નાખ્યો છે. આંતરિક કલહ અને પક્ષપલ્ટામાં રચી-પચી રહેતી કોંગ્રેસને પ્રજાએ જાકારો આપ્યો છે અને મોરબી જિલ્લામાં વર્ષ 2015 ની ચૂંટણીની સરખામણીએ ભાજપ પ્રત્યેના મતદારોના ઝુકાવમાં ખુબજ વધારો થયો છે. મોરબી જિલ્લાના પરિણામો જોતા આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના અસ્તિત્વ સામે સવાલ ઉઠી રહ્યા છે. જિલ્લા તાલુકા પંચાયતમાં મળી કોંગ્રેસને 1,44,660 મત મળ્યા છે. સામાપક્ષે ભાજપને 2,40,003 મત મળ્યા છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મોરબી જિલ્લામાં વર્ષ 2015થી તદ્દન વિપરીત પરિણામો આવ્યા છે. ગત ચૂંટણીમાં મોરબી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને 22 બેઠક જયારે ભાજપને 2 બેઠક મળી હતી. તો વર્ષ 2021ની આ સામાન્ય ચૂંટણીમાં ભાજપ ગત વર્ષની 2 બેઠકની સામે 14 બેઠક મેળવી સ્પષ્ટ બહુમતી સાથે સતા ઉપર આવી છે અને કોંગ્રેસને માત્ર 10 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. ભાજપને 14 બેઠક ઉપર જીત સાથે કુલ 1,14,140 મત મળ્યા છે તો કોંગ્રેસના 10 ઉમેદવારોને કુલ 80,255 મત મળ્યા છે.

મોરબી જિલ્લાની પાંચ તાલુકા પંચાયતના પરિણામો જોઈએ તો વર્ષ 2015માં માળીયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસને 10 અને ભાજપને 6 બેઠક મળી હતી અને આ વર્ષે તેનાથી તદ્દન વિપરીત ભાજપને 10 અને કોંગ્રેસને 6 બેઠક મળી છે. મોરબી તાલુકા પંચાયતની સ્થિતિ જોઈએ તો વર્ષ 2015માં કોંગ્રેસને 21 બેઠક મળી હતી તો આ વર્ષે માત્ર 7 બેઠક મળી છે. જયારે ભાજપને ગત ચૂંટણીમાં માત્ર પાંચ બેઠક મળી હતી જયારે વર્ષ 2021ના આ પરિણામમાં ભાજપને 19 બેઠક ઉપર જીત મળતા ભાજપે મોરબી જિલ્લા પંચાયતમાં ભગવો પણ સ્થાપિત કર્યો છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/