મોરબી : સગીરાનું અપહરણ કરી એમ.પી.નો શખ્સ રફુચક્કર

0
119
/

મોરબી : હાલ મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીરાને પ્રેમજાળમાં ફસાવી, લલચાવી ફોસલાવીને લગ્નની લાલચ આપી મૂળ મધ્યપ્રદેશનો શખ્સ ભગાડી ગયો હોવાની ફરિયાદ સગીરાના પરિજનોએ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી તથા ભોગ બનનારને શોધવા માટે તજવીદ આદરી છે.

બનાવની પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની પુત્રીને મૂળ એમપીના જબલપુર જિલ્લાના બમ્હોદા ગામમાં રહેતો આકાશ પ્રકાશભાઈ યાદવ નામનો શખ્સ ભગાડી ગયેલ હોય ભોગ બનનારના પરિવારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ અને પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આકાશ પ્રકાશ યાદવ તેમજ ભોગ બનનારને શોધવા માટે પી.આઈ. ગોઢણીયાના માર્ગદર્શન હેઠળ જુદી જુદી દિશામાં ટીમે તપાસ પણ આદરી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/