મોરબીમાં નકલી બિયારણનું વેચાણ કરવાનું કૌભાંડ કરનાર એગ્રો સંચાલકની ધરપકડ કરાઈ

0
220
/
એગ્રો એજન્સીના સંચાલક સામે ખેતીવાડી અધિકારીએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી

મોરબી : તાજેતરમા મોરબીમાં બોગસ બિયારણ વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઉમા એગ્રો નામની દુકાનમાંથી ખેતીવાડી અધિકારીએ રૂ. 17 લાખનો નકલી બિયારણનો જથ્થો ઝડપી લીધો હતો.આ બનાવમાં એગ્રો એજન્સીના સંચાલક સામે ખેતીવાડી અધિકારીએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે કાર્યવાહી કરીને નકલી બિયારણનું વેચાણ કરવાનું કૌભાંડ કરનાર એગ્રો સંચાલકની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીમાં જુના બસ સ્ટેન્ડ પાસે સરદાર રોડ ઉપર રવિ ચેમ્બર્સમાં આવેલ બિયારણના વિક્રેતા ઉમા એગ્રો એજન્સી દ્વારા નકલી બિયારણ વેચવામાં આવતું હોવાનું ધ્યાને આવતા ખેતીવાડી અધિકારી ચંદ્રેશ લુહાર દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દુકાન ઉપર દરોડો પાડી ભેળસેળ વાળા તથા ભળતા નામ વાળા અનઅધિકૃત તથા સરકારની માન્યતા વગરના બિયારણ જેમાં કિશન 555ના કુલ 100 પેકેટ કિંમત અંદાજે રૂ. 73,000, વર્ષા 151 (એફ 1)ના કુલ 47 પેકેટ અંદાજે કિંમત રૂ. 34,310, કપાસ લૂજ બિયારણ 1000 કીગ્રા અંદાજે કિંમત રૂ. 16,22,222 મળી કુલ રૂ. 17,29,532નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

આ મામલે ખેતીવાડી અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે એગ્રો સંચાલક બીપીનભાઈ ડુંગરભાઈ વડાવીયા સામે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન આજે એ ડિવિજન પોલીસે આરોપી એગ્રો સંચાલક બીપીનભાઈ ડુંગરભાઈ વડાવીયાની ધરપકડ કરી વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/