ટંકારા: મિતાણા નજીક હોટલમાંથી જુગારધામ ઝડપાયું : સંચાલક સહિત આઠની ધરપકડ

0
129
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
ટંકારા પોલીસે સ્થળ પરથી બે લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

ટંકારા : તાજેતરમા ટંકારા પોલીસે આજે બાતમીના આધારે ટંકારા તાલુકાના મિતાણા ગામ નજીક આવેલ શિવ પ્લેસ હોટલમાથી જુગાર ધામ ઝડપી લીધું હતું. ટંકારા પોલીસે નાલ ઉધરાવીને જુગાર રમાડતા હોટલ સંચાલક સહિત કુલ ૮ શખ્સોની ધરપકડ કરી હતી અને સ્થળ ઉપરથી રૂ. ૨,૨૫,૮૫૦ના મુદ્દામાલ કબ્જે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ જુગારની રેડની ટંકારા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર બનાવ અંગે ટંકારાથી મિતાણા નજીક રાજકોટ રોડ ઉપર આવેલી શિવ પ્લેસ હોટલ એન્ડ રેસ્ટોરન્ટમા જુગાર ધામ ધમધમતુ હોવાની ચોક્કસ બાતમી મળતા ટંકારા પીએસઆઇ એલ. બી.બગડા અને ડિ સ્ટાફના મુકેશભાઈ ચાવડા, પ્રવિણભાઈ મેવા, વિષુભ, રમેશભાઈ સહિતના સ્ટાફે આ હોટલમાં દોરોડો પાડ્યો હતો. પોલીસે આ હોટલમાં જુગારની રેડ દરમિયાન નાલ ઉધરાણા કરી સુવિધા સાથે જુગાર રમાડતા સંચાલક હરકાંત ઉર્ફ હકો રામજી, હેમંત મોહન, ઉસ્માન કરીમ, પંકજ પિતામંબર, યુસુફ તમાશી, વિરમ મહેન્દર, દિવ્યરાજ સજ્જનસિહ અને મનિષ મુળુને રોકડા રૂ. ૨,૦૪,૮૫૦, ૬ મોબાઈલ કિમત રૂ. ૨૧૦૦૦ મળીને કુલ મુદામાલ રૂ.૨,૨૫,૮૫૦ કબજે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/