મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રસિંહ હોસ્પિટલ પાસેની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા ઇન્દ્રજીતસિંહ નરપતસિંહ જાડેજા (ઉમર ૩૦) નામના ગરાસિયા યુવાનને તેના ઘેર ગળેફાંસો ખાઈ લેતા તેને સારવારમાં અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા અહીં પ્રાથમિક સારવાર આપીને તેઓની હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે તેઓને રાજકોટ લઇ જવાયા હોવાનું જાણવા મળેલ છે. બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ થતા બીટ જમાદાર ઇમ્તીયાઝ જામ અને રાયટર રૂતુરાજસિંહે તપાસ હાથ ધરી હતી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ થોડા સમય પહેલા ઇન્દ્રજીતસિંહનો અકસ્માત થયો હતો ત્યારબાદથી તેઓ માનસિક અસ્વસ્થ હોય તેના પગલે બનાવ બનેલ હોવાનું લાગી રહ્યુ છે. જોકે ખરી વાત તો ઈન્દ્રજીતસિંહના ભાનમાં આવ્યા બાદ તેઓના નિવેદન બાદ જ બહાર આવશે.
વૃદ્ધ ઉપર હુમલો
મોરબી તાલુકાના માણેકવાડા ગામે રહેતા કાનજીભાઈ મોતીભાઈ ચનિયારા નામના ૭૬ વર્ષના વૃદ્ધ ઉપર હુમલો થતાં ઈજાઓ થવાથી કાનજીભાઈને સારવાર માટે અહિંની સિવીલમાં લાવવામાં આવ્યા હતા. સારવાર લીધા બાદ કાનજીભાઈ મોતીભાઈએ માણેકવાડા ગામના જ રહેવાસી ભાવેશ મકનજી દેત્રોજા પટેલ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદમાં કાનજીભાઈએ જણાવ્યું હતું કે “ચોમાસાના વરસાદનું પાણી મારા ખેતરમાં ન આવવા દેતો” એમ કહેતા ઉશ્કેરાઈ જઈને ભાવેશ દેત્રોજાએ કાનજીભાઈને માર માર્યો હતો.તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે.
યુવાનનું મોત
મોરબીના મકનસર ગામે હાર્ટએટેક આવી જતાં કરસનભાઈ મોહનભાઈ સાવલિયા નામના ૪૮ વર્ષીય યુવાનનું મોત નીપજ્યું હતું. તેમજ મોરબી તાલુકાના નારણકા ગામે ગામના પાદરમાં બાઈક સ્લીપ થઈ જવાની ઘટનામાં ઇજાઓ થવાથી ગામના ગીતાબેન દેવરામભાઈ મેરજા (ઉ.વ.૪૦) નામની મહિલાને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલ લાવવામાં આવી હતી.તો મોરબીના સામાકાંઠે ત્રાજપર ખારી વિસ્તારમાં આવેલ અનંતનગરમાં રહેતા ભાવેશ રાયમલભાઈ મેસરીયા નામના ૩૦ વર્ષના યુવાનને ગઈકાલે તેના કાકાએ માર મારતા ભાવેશને સારવાર માટે લઈ જવાયો હતો.
મજુર સારવારમાં
મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ ઉપર આવેલ હરિઓમ સોસાયટીમાં રહેકો અને ત્યાં જ નજીક આવેલ લેન્જ સીરામીકમાં મજુરી કામ કરતા બદરીલાલ ભેરૂલાલ નાયક નામના ૩૬ વર્ષના યુવાનને મજૂરીકામ દરમિયાન લેન્જ સીરામીકમાં ઈલેક્ટ્રીક શોટ લાગતા તેને સારવાર માટે અત્રેની સમર્પણ હોસ્પિટલએ ખસેડાયો હતો. પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.