ભારતીય કિશાન સંઘે રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
મોરબી : પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મામલે વિરોધ બળવતર બની રહ્યો છે. ત્યારે આજે મોરબીમાં પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારા મામલે ભારતીય કિશાન સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ભારતીય કિશાન સંઘે રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા ગઈકાલે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો સખત વિરોધ કરાયા બાદ આજે ભારતીય કિશાન સંઘ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં ભારતીય કિશાન સંઘના નેજા હેઠળ ખેડૂતો દ્વારા સામાકાંઠે નટરાજ ફાટકથી કલેકટર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી અને ખેડૂતો કલેકટર કચેરી સુધી પગપાળા ચાલીને પહોંચ્યા હતા અને પેટ્રોલ ડીઝલના ભાવ વધારાથી પ્રજાને પડતી હાલાકી અંગે બેનરો દર્શાવીને દેખાવો કર્યા હતા. તેમજ જિલ્લા કલેકટરને આવેદન આપીને કૃષિમાં વપરાતા ડીઝલમાં સબસીડી આપવાની માંગ કરેલ હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide