મોરબી : હાલમાં અનલોકમાં એસટી પરિવહનની વધુ છૂટછાટ આપવામાં આવી છે અને એસટી સેવાઓને પૂર્વવર્ત કરવાના અથાગ પ્રયાસો કરવામાં આવ્યા છે. જેમાં આવતીકાલ બુધવારથી મોરબી એસટી ડેપોથી તમામ લાંબા રૂટની એસટી બસો શરૂ કરવામાં આવનાર છે. જેથી, મુસાફરોને ઘણો લાભ મળશે.
એસટી સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર મોરબી જિલ્લામાં અગાઉ લોકડાઉન તાલુકા કક્ષાએ એસટી સેવાઓ ચાલુ કરવામાં આવી હતી અને અનલોક-1 માં લાંબા અંતરની રૂટો શરૂ કરવામાં આવી હતી. ત્યારે હવે અનલોક-2 માં એસટીની તમામ સેવાઓ પૂર્વવર્ત કરવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. જેમાં આવતીકાલ બુધવારથી મોરબીથી તમામ એક્સપ્રેસ બસો શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે અને મોરબી એસટી ડેપોથી વેરાવળ, કવાંટ, અંબાજી, દાહોદ, સુરત, શામળાજી સહિતની તમામ એક્સપ્રેસ રૂટ રાબેતા મુજબના સમયે દોડશે. હાલમાં ઓનલાઈન બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જોકે આ એક્સપ્રેસ બસોનું ટાઈમ ટેબલ બપોર પછી જાહેર થશે તેવું જાણવા મળેલ છે.
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)
ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...
મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...