મોરબી : હાલ મોરબીમાં આયારામ ગયારામનો સિલસિલો યથાવત રહ્યો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આડે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે છેલ્લી ઘડીએ આજે મોરબી આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સહિતના 50થી વધુ આગેવાનો કોંગ્રેસમાં જોડાઈ જતા રાજકીય ભૂકંપ સર્જાયો છે.
મોરબીમાં આજે રાજકીય ભૂકંપ જેવી ઘટનામાં ટંકારા મતવિસ્તારના ધારાસભ્ય લલિતભાઈ કગથરાની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટી મોરબી શહેર પ્રમુખ મહેશ રાજ્યગુરુ તેમજ 50થી વધુ આગેવાનો વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા.આપની મોટી ટીમ કોંગ્રેસમાં જોડાતા આગામી પાલિકાની ચૂંટણીમાં નવા જૂની થવાના એંધાણ પણ મળી રહ્યા છે તો કેટલાક કોંગ્રેસીઓમાં કચવાટ પણ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, મોરબી પાલિકાની ગત ચૂંટણીમાં ધોકો પછાડી વિકાસ સમિતિ તરીકે અલગ ચોકો રચી બહુમત છતાં કોંગ્રેસને સતાથી અળગી રાખનાર મહેશ રાજ્યગુરુ અને તેમની ટીમ લાંબા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાઈ ગઈ હતી અને મહેશ રાજ્યગુરુ તો મોરબી શહેર આપ પ્રમુખ તરીકે કાર્યરત બની સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા રણનીતિ બનાવી હતી પરંતુ આજે અચાનક જ તેમને આમ આદમી પાર્ટીને અલવિદા કરી કોંગ્રેસ સાથે જોડાણ કરતા પાલિકાની ચૂંટણી પૂર્વે આપ ને ફટકો પણ પડ્યો છે.
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)
દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે તેના અનુસંધાને ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી.
હરબટીયાળી...
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ કરેલ કે મોરબીમાં રિલાયન્સ પેટ્રોલપંપ ની ડીલરશીપ આપવાનું કહીને આ કામ ના આરોપી મોરબી ના યુવાન પાસેથી કટકે...