મોરબીમાં જન્માષ્ટમીએ ‘ઘેર ઘેર આનંદ ભયો’ જય કનૈયા લાલકી

23
121
/
સ્ટેશન રોડ પર આવેલ જડેશ્વર મંદિરેથી જન્માષ્ટમી નિમિતે ભવ્ય શોભાયાત્રા નીકળી : ઠેરઠેર મટકી ફોડ કરીને ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવના હર્ષભેર વધામણાં કરાયા

મોરબી : મોરબીમાં આજે જન્માષ્ટમી નિમિતે નંદોત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આજે જન્માષ્ટમી નિમિતે સ્ટેશન રોડ પર આવેલ જડેશ્વર મંદિરેથી ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને શોભાયાત્રામાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કીનો ગનગનભેદી નાદ ગુંજયો હતો. ઠેરઠેર મટકી ફોડ કરીને નંદલાલાના જન્મોત્સવના હર્ષભેર વધામણાં કરાયા હતા

સમગ્ર જગતને ગીતાના માધ્યમથી કર્મનો સિદ્ધાંત આપનાર ભગવાન શ્રીકૃષ્ણનો આજે ગોકુળ અષ્ટમીના દિવસે જન્મદિવસ નિમિતે સમગ્ર મોરબીવાસીઓએ હરખભેર દેવકીનદનન જન્મોત્સવના હર્ષભેર વધામણાં કર્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ ઉમગ ઉલ્લાસભેર મનાવવાના ઠેરઠેર અયોજનો કરવામાં આવ્યા હતા. જન્માષ્ટમી નિમિતે મોરબી શહેરને ગોકુળીયા ગામમાં ફેરવી દઈને રંગબેરંગી ધજકા પતાકા સહિતનો શણગાર કરવામાં આવ્યો હતો. જ્યારે તમામ હિન્દૂ સંગઠનો દ્વારા આજે જન્માષ્ટમીના પાવન અવસરે સવારે શહેરના સ્ટેશન રોડ પર આવેલ જડેશ્વર મંદિર ખાતેથી ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. શોભાયાત્રા મુખ્ય રાજમાર્ગો પર ફરીને ઠેરઠેર મટકી ફોડ કરીને નંદ ઘેર આનંદ ભયો..જય કનૈયા લાલ કી..ના ગગનભેદી નાદ સાથે જશોદાના જાયાનો જન્મોત્સવ રંગેચંગે મનાવાયો હતો. જ્યારે શોભયાત્રા દરમ્યાન વિવિધ સર્વભાવી સંગઠનો દ્વારા ભાવિકો માટે પ્રસાદ ફરાળ અને સરબત, ઠંડા પાણી સહિતનું વિતરણ કરવામાં આવ્યું હતું..આ ઉપરાંત મોરબી શહેરીના દરેક વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠેરઠેર મટકી ફોડ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજીને જન્માષ્ટમીની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.