મોરબી : મોરબીના લાતી પ્લોટમાં આવેલી મોબાઈલ રીપેરીંગની દુકાનમાં બે દિવસ પહેલા રાત્રીના સમયે ચોરીની ઘટના બની હતી. જેમાં તસ્કરો આ મોબાઈલની દુકાનને નિશાન બનાવીને તેમાંથી 20 મોબાઇલની ચોરી કરી ગયા હોવાનું બહાર આવ્યું છે. જોકે આ બનાવની હજુ સુધી ફરિયાદ નોંધાઇ નથી.
આ ચોરીની ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લાતી પ્લોટ, શેરી નંબર-6 માં આવેલ ગેલકસી મોબાઈલ નામની મોબાઈલ રીપેરીંગની દુકાનમાં પરમ દિવસે રાત્રે તસ્કરો ખબકયા હતા. જેમાં તસ્કરો આ મોબાઈલની દુકાનના ઉપરના ભાગેથી પતરા તોડીને અંદર ઘુસ્યા હતા અને તસ્કરોએ આ મોબાઈલ રિપેરીગની દુકાન સાફ કરી નાખી હતી. જેમાં તસ્કરો રીપેરીંગ માટે આવેલા 3 આઈફોન સહિત 20 મોબાઇલની ચોરી કરીને રફુચક્કર થઈ ગયા હતા. રૂ.30 હજારથી વધુ કિંમતના 20 મોબાઇલની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં આ બનાવ અંગે વેપારીઓ ફરિયાદ નોંધાવવા પોલીસ મથકે ગયા હતા. પણ હજુ સુધી આ બનાવની ફરિયાદ ન નોંધાઇ હોવાનું જાણવા મળેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide