મેારબી :ટંકારાના ઘુનડા (સ.) ગામે કપડાં ધોવા ગયેલ સગીરાનું તળાવમાં પડી જતાં મોત

0
376
/

(રિપોર્ટ: કૌશિક મારવાણીયા) મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલા ઘુનડા (સજજનપર) ગામે તળાવે કપડાં ધોવા ગયેલ કોળી સગીરા તળાવમાં પડી જતા ડૂબી જવાથી તેણીનું મોત નિપજ્યું હતું.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ ઘુનડા(સ.) ગામે રહેતી સેજલબેન મુકેશભાઈ સુરેલા નામની ૧૫ વર્ષીય કોળી સગીરા કપડા ધોવા માટે ગામના તળાવે ગઈ હતી ત્યારે અકસ્માતે સેજલબેન તળાવમાં પડી જતા ડૂબી જવાથી સેજલબેન સુરેલા નામની સગીરાનું મોત નિપજયુ હોવાનું મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળેલ છે મોરબી એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને વધુ તપાસ અર્થે ટંકારા પોલીસને બનાવ સંદર્ભે જાણ કરતાં બીટ જમાદાર પ્રફુલભાઈ પરમારે આગળની તપાસ શરૂ કરી છે.

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/