તંત્રના પાપે લાતીપ્લોટ વરસાદી પાણીમાં તરબોળ થઈ જતા લોકડાઉનની જેવી સ્થિતિ
મોરબી : મોરબીની આર્થિક કરરોડરજ્જુ ગણાતા લાતી પ્લોટની વરસાદે કેડ ભાગી નાખી છે. કારણ કે લોકડાઉનમાં હમણાંથી છૂટ મળતા લાતી પ્લોટમાં આવેલ ઘડિયાળ સહિતના લઘુ ઉધોગો માંડ બેઠા થયા હતા. ત્યાં જ વરસાદે પથારી ફેરવી નાખી છે. તંત્રના પાપે લાતી પ્લોટ એટલી હદે વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે કે લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ છે
મોરબીમાં ગતરાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેથી, ઠેરઠેર પાણી ભરાયા હતા. જેમાં સૌથી વધુ ખરાબ હાલત લાતી પ્લોટ વિસ્તારની થઈ ગઈ છે. ચારેકોરથી નીચાણમાં આવેલ અને ઉપરથી વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી દરેક વરસાદની સિઝનની જેમાં ગતરાત્રે પડેલા પ્રથમ વરસાદથી લાતી પ્લોટ પાણી પાણી થઈ ગયો છે. લાતી પ્લોટ વિસ્તારમાં ઘડિયાળ સહિતના અનેક નાના મોટા લઘુ ઉધોગો આવેલા છે અને આ ઉધોગકારો સૌથી વધુ ટેક્સ પાલિકામાં ભરપાઈ કરે છે છતાં એ જ વિસ્તારની ઘોર ઉપેક્ષા થાય છે. દર વર્ષે ચોમાસામાં લાતી પ્લોટ પાણી ગરકાવ થઈ જતો હોય વર્ષોની આ સમસ્યા પછી પણ તંત્રને આ સમસ્યા ઉકેલવાનું બ્રહ્મજ્ઞાન થયું નથી. જેથી, લઘુ ઉધોગકારોને દર ચોમાસામાં વરસાદી પાણી ભરાવવાથી ઉધોગ ધંધા બંધ રાખવા સિવાય છૂટકો જ નથી. હાલ અનલોક-1 માં છૂટછાટને પગલે લાતી પ્લોટના લઘુ ઉધોગો ધીરે ધીરે ધમધમતા થયા હતા પણ વરસાદથી આખો લાતી પ્લોટ પાણીમાં ગરકાવ થઈ જતા વગર લોકડાઉને લોકડાઉન જેવી નોબત આવી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide