મોરબી : આજે મોરબીમાં પૈસાની ઉઘરાણી મામલે વીજ કર્મચારીને માર માર્યાની ફરિયાદ નોંધાઇ છે.
આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના શકત શનાળા પાસે હદાણીની વાડીમાં રહેતા નારણભાઇ દેવશીભાઇ કંઝારીયા (ઉ.વ.૫૪) એ આરોપી કાનાભાઇ રબારી સામે ફરિયાદ નોંધાવી હતી કે આરોપીએ ફરીયાદીના કહેવાથી લોકડાઉન પહેલા વઘગઢ ગામના તેજપાલભાઇ પટેલને પૈસા ઉછીના આપ્યા હતા. જે પૈસા આરોપીના તેજપાલભાઇએ નહી આપતા આરોપીએ ફરીયાદી જી.ઈ.બી. બોર્ડની ઓફીસમાં ચાલુ ફરજમાં હતા ત્યારે તેના પાસે જઈ પૈસાની ઉધરાણી કરી ફરીયાદીને ગાળો આપી ઢીકા પાટુનો માર મારી મુઢ ઇજા કરી હતી. પોલીસે આ બનાવમાં આરોપી સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide