મોરબી જિલ્લામાં નિયમભંગ કરનાર રીક્ષા, પેસેન્જર ફોરવ્હીલ, અને ટ્રક ચાલકો સહિત બાઇકસવારો દંડાયા

0
50
/

મોરબી : તાજેતરમા કોવિડ -૧૯ ગાઈડલાઇન્સ અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સના પાલન કરવાના નિયમનો ઉલ્લાળિયો કરતા ઓટો રિક્ષાચાલક, ફિરવ્હીલ ચાલકો, ટ્રકચાલકો સહિત બાઇકસવારોને વિવિધ કલમ હેઠળ અટકાવી ગુન્હો દાખલ કરી વાહન ડિટેઇન કરવામાં આવ્યા હતા.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જેલ રોડ પર પુરપાટ ઝડપે સીએનજી ઓટો રીક્ષા ચલાવતા બે રિક્ષા ચાલક સામે તથા શાક માર્કેટ ચોક પાસે પુરપાટ ઝડપે સીએનજી રીક્ષા ચલાવતા ચાલક સામે તથા નવા બસ સ્ટેન્ડ સામે સ્કોર્પિઓ કાર પુરપાટ ઝડપે ચલાવતા ચાલક સામે ઇન્ડિયન પીનલ કોડ કલમ 279 તથા એમ.વી.એક્ટ કલમ 117 મુજબ ગુનો નોંધી તથા મોરબી નગરપાલિકાની ઓફિસ સામે પાણીપુરીની લારી રોડ પર ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે રાખતા ધંધાર્થી સામે ઇન્ડિયન પીનલ કોડ કલમ 283 મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ નવા બસ સ્ટેન્ડ સામે પાનની દુકાને સોશિયલ ડિસ્ટનસનું પાલન ન કરાવનાર દુકાનદાર સામે આઇપીસી કલમ 188 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

જ્યારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં માળીયા ફાટક પાસે સાત પેસેન્જર બેસાડીએ નીકળતા ઓટોરિક્ષા ચાલક સામે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર બસ સ્ટેન્ડની સામેના ભાગે મારુતિ ઇકો કાર રોંગ સાઈડમાં ચલાવીને નીકળેલા ચાલક સામે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાંકાનેર રોડ રફાળેશ્વર ગામ નજીક ખોડિયાર માતાના મંદિર પાસે રોંગ સાઈડમાં બાઈક ચલાવતાં બાઇક ચાલક સામે તથા અન્ય એક બાઈક ચાલકને ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે બાઈક પાર્ક કરતા તથા વાંકાનેર નેશનલ હાઈવે રોડ પર દરિયાલાલ હોટલની સામે ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે સીએનજી રીક્ષા પાર્ક કરતા તથા વાંકાનેર નેશનલ હાઈવે રોડ પર જાંબુડીયા પાવર હાઉસ પાસે ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે બાઈક પાર્ક કરતાં ચાલક સામે ipc કલમ 283 મુજબ ગુનો નોંધી ઉક્ત તમામ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/