મોરબીમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઇ

46
98
/

વડાપ્રધાન દ્વારા દિલ્હી ખાતેથી લોન્ચ કરાયેલ ફીટ ઇન્ડિયા કાર્યક્રમને વિદ્યાર્થીઓએ નીહાળ્યો

મોરબી : સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે મોરબીમાં પણ જિલ્લા કક્ષાની ઉજવણી નવજીવન ન્યુ એરા પબ્લીક સ્કુલ મધ્યે યોજાઇ હતી જેમાં વિવિધ રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરબી જિલ્લા કલેક્ટર આર.જે. માકડીયાએ સિક્કો ઉછાળીને કબડ્ડીની રમતને સ્ટાર્ટ આપી હતી. આ નિમિત્તે વિદ્યાર્થીઓને હોકીના જાદુગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદના જીવન અંગે પણ માહિતગાર કરાયા હતાઆ પ્રસંગે જિલ્લા કલેક્ટર આર. જે. માકડીયાએ ઉપસ્થિત રમતવીર વિદ્યાર્થીઓને સંબોધીત કરતાં જણાવ્યું હતું કે, દરેક વિદ્યાર્થીના જીવનમાં ખેલકુદનું સ્થાન હોવું જ જોઇએ. વડાપ્રધાન પણ સ્પોર્ટસને ખૂબ જ પ્રાધાન્ય આપે છે. સ્પોર્ટસની સ્કીલ હશે તો જીવનમાં કોઇપણ પ્રકારની મુશ્કેલી પડશે તો તેનો રસ્તો સરળતાથી કાઢી શકાશે. શાળા જીવનમાં દરેક વિદ્યાર્થીએ રમતગમત પ્રત્યે રુચી રાખવી જોઇએ તેમ જણાવ્યું હતું.નેશનલ સ્પોર્ટસ ડે ની ઉજવણી પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતીભાઇ અમૃતિયાએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને વડાપ્રધાનના જીવનમાંથી પ્રેરણા લઇ આગળ વધવા જણાવ્યું હતું. આ પ્રસંગે સ્કુલની બાળાઓ અસ્તીકા ગઢવી અને સવાઈ ગઢવીએ રાજ્ય લેવલે કબ્બડીમાં ગોલ્ડ મેડલ મેળવવા બદલ મહાનુભાવો દ્વારા સન્માન કરાવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.