મોરબીમાં જુગાર રમતા ૧૧ ની ૯૪ હજારની રોકડ સાથે અટકાયત

0
175
/
મોરબી બી ડિવિઝન પોલીસે શહેરના સામાકાંઠે આવેલ વિસ્તારમાં સોઓરડી તેમજ ત્રાજપર ખારીમાં અને નવલખી રોડ ઉપર રણછોડનગરમાં એમ જુદીજુદી ત્રણ જગ્યાઓએ જુગાર અંગે રેડ કરી હતી જે દરમિયાન જુગાર રમી રહેલા ૧૧ પતાપ્રેમીઓની રોકડા રૂપિયા ૯૪,૩૦૦ સાથે અટકાયત કરવામાં આવેલ છે.
મોરબી બી ડિવિઝન પોલીસે સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં રેડ કરી હતી ત્યાં ખેંગારસિંહ ગાભુભા જાડેજાના રહેણાક મકાનમાં જુગાર ચાલી રહ્યો હોય ઘરધણી ખેંગારસિંહ જાડેજા તેમજ મેહુલ ચમન ચૌહાણ જાતે દરજી, પરષોત્તમ ટપુ પરમાર અને રાજુ પ્રભુ વારેવડીયા જાતે કુંભારની રોકડા રૂપિયા ૮૨,૦૦૦ સાથે ધરપકડો કરવામાં આવેલ છે.જયારે સામાકાંઠે આવેલ ત્રાજપર ખારી વિસ્તારમાં જાહેરમાં રામજીમંદિર પાસે જુગાર રમી રહેલ જીગ્નાબેન રમેશ બાબુ સાતોલા, કિશોર લાભુ પાટડીયા અને મુકેશ વેરશી પરમારની રોકડા રૂપિયા ૧૮૦૦ સાથે અટકાયત કરવામાં આવી હતી.

તેમજ શહેરના નવલખી રોડ ઉપર આવેલ રણછોડ નગરના ગરબી ચોકમાં પણ જાહેરમાં જુગાર રમાઇ રહ્યો હોવાની બાતમી મળતા બી ડિવિઝન પોલીસે રેડ કરી હતી ત્યાંથી મહેશ વાઘજી કોળી, મહેશ પ્રેમજી કોળી,રાહુલ દિનેશ કોળી અને રાહુલ કમલેશ રાવળદેવની પોલીસે રોકડા રૂપિયા ૧૦,૫૦૦ સાથે અટકાયતો કરેલ છે.

OLYMPUS DIGITAL CAMERA

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/