મોરબીમાં પોષણ અભિયાન અંતર્ગત એનેમિયા અટકાયત અંગે મિટિંગ યોજાઈ

0
73
/
પોષણ અભિયાનના ચાવીરૂપ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરાઈ : આયોજન મુજબ આંગણવાડી કક્ષાએ અમલીકરણ માટે સૂચના અપાઈ

મોરબી : મોરબી જિલ્લામાં આજરોજ પોષણ અભિયાન અંતર્ગત પોષણ માસ સપ્ટેમ્બર – 2019 માટે એનેમિયા અટકાયત તથા પોષણ અભિયાનના ચાવીરૂપ મુદ્દાઓ અંગેની મિટિંગનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ પી. ચીખલીયા દ્વારા પોષણ અભિયાનને સાકાર કરવા માટે મોરબી ઘટક – 1ની તમામ 123 આંગણવાડી બહેનોને શપથ લેવડાવવામાં આવ્યા તથા પોતાની નૈતિક ફરજ સમજી કામ કરવાની સૂચના આપવામાં આવી હતી.આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય રેખાબેન એરવડિયા તથા કોમલબેન ઠાકર બાળ વિકાસ અધિકારી દ્વારા કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમની સાથે સગર્ભા, ધાત્રી માતા, કિશોરીઓમાં એનેમીયા રોકવા અંગેના પાયલોટ પ્રોજેક્ટના અસરકારક અમલીકરણ બાબતે કોમલબેન ઠાકર દ્વારા યોગ્ય માર્ગદર્શન અંગે મિટિંગ કમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં NIPI વિભાગીય કો ઓર્ડીનેટર ભાવેશભાઈ જોશીએ એનેમિયા રોકવા અંગેનું પ્રેજન્ટેશન રજૂ કરી તમામ આંગણવાડી બહેનોને એનેમિયા વિશેની પાયાની સમજ તથા માહિતી આપી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જિલ્લા કો ઓર્ડીનેટર અશોકભાઈ કોઠારીયા તથા જિલ્લા પ્રોગ્રામ આસિસ્ટન્ટ દ્વારા પોષણ અભિયાનના ચાવીરૂપ મુદ્દાઓ પર ચર્ચા કરી પોષણ માસ 2019નું સમગ્ર સપ્ટેમ્બર માસના આયોજન મુજબ તમામ આંગણવાડી કક્ષાએ અમલીકરણ કરવા સૂચના આપવામાં આવી હતી.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/