મોરબીમાં આવારા તત્વો દ્વારા પાર્કિંગમાં પાઈપની તોડફોડ !!

0
53
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબીમાં અવાર નવાર આવારા તત્વો દ્વારા કાયદાનો કોઈ ડર ન હોય તેમ તોડફોડ કરી નુકસાની કરતા હોવાના બનાવો સામે આવતા હોય છે ત્યારે એવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં કન્યા છાત્રાલય રોડ ઉપર આવારા તત્વોએ મેડિકલ સ્ટોરના પાર્કિંગના પાઇપ તોડી નાખી દાદાગીરી આચરી હતી, ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે.

મોરબી શહેરના કન્યા છાત્રાલય રોડ ઉપર રાત્રીના સમયે સમયે લોકોની અવર જવર વચ્ચે આવારા તત્વો દ્વારા ઉમા મેડિકલ પાર્કિંગના પાઈપ તોડી નાખ્યા હતા. જો કે, લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા હોવા છતાં આ કૃત્ય અટકાવવાની કોઈએ હિંમત કરી ન હતી.આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં સ્પષ્ટ પણે માથાભારે શખ્સ પાઈપ તોડતો નજરે પડે છે.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/