મોરબીમાં આગામી 5 દિવસ તાપમાનનો પારો 42 ડિગ્રીએ જ યથાવત રહેશે

0
1
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ સમગ્ર ગુજરાત અગનવર્ષાથી શેકાય રહ્યું છે. ત્યારે મોરબીમાં પણ અસહ્ય ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. આ દરમ્યાન મોરબી જીલ્લામાં આગામી 5 દિવસ તાપમાન હજુ 42 ડીગ્રી જ રહેવાનું છે તેવી આગાહી જાહેર કરવામાં આવી છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, તરઘડિયા દ્વારા તારીખ 25 મે થી 29 મે સુધી મોરબી જિલ્લામાં હવામાનને લઈને આગાહી કરી છે. જે અનુસાર આવતીકાલે એટલે કે તારીખ 25 મે થી 29 મે સુધી મોરબી જિલ્લામાં દિવસ દરમ્યાન મહત્તમ તાપમાન 42 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. જ્યારે રાત્રી દરમ્યાન લઘુતમ તાપમાન 26થી 27 ડિગ્રી જેટલું રહેવાનું અનુમાન છે. જ્યારે પવનની ગતિ 29 થી 41 કિમી પ્રતિ કલાક રહેશે. આ દરમ્યાન ભેજનું પ્રમાણ મહત્તમ 75થી 76 અને લઘુતમ ભેજનું પ્રમાણ 18થી 32 ટકા રહેવાનું અનુમાન છે.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/