મોરબીમાં ક્રિકેટ રમવા મામલે પાડોશીઓ વચ્ચે બઘડાટી : વાહનો અને મકાનમાં તોડફોડ

0
238
/
બન્ને પડોશીઓએ સામસામી ફરિયાદ નોંધાવતા એ ડિવિજન પોલીસે તપાસ હાથ ધરી

મોરબી : મોરબીના જેલચોકના ઢાળીયા પાસે ક્રિકેટ રમવા બાબતે બે પાડોશીઓ વચ્ચે મારામારી થઈ હતી અને વાહનો તથા મકાનમાં તોડફોડ કરાઈ હતી. આ મારામારીમાં બન્ને પક્ષના ચારથી વધુ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે બન્ને પડોશીઓએ સામસામી ફરિયાદ નોંધાવતા એ ડિવિજન પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી-૧ સબજેલની સામે જુની ગુજરી બજાર ઢાળીયા પાસે રહેતા વેલજીભાઇ ઉર્ફે વેલાભાઇ રત્નાભાઇ પરમાર (ઉ.વ-૫૦) એ મોરબી જેઇલ રોડ રબારી વાસમાં રહેતા કિશનભાઇ ચીનાભાઇ ભુંભરીયા, ધારાભાઇ રબારી, મહેશભાઇ રબારી, જીતાભાઇ રામાભાઇ ભુંભરીયા, કારાભાઇ રમેશભાઇ ભુંભરીયા, ચીનાભાઇ ભુંભરીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે આરોપીઓએ તેના દીકરાને ફરીયાદીના દીકરા સાથે ક્રિકેટ રમવા બાબતે બોલાચાલી અને ઝઘડો થયેલ, જે બાબતે રાગદ્વેશ રાખી આરોપીઓ હથીયારો ઘારણ કરી ફરીયાદીના ઘર પાસે શેરીમાં જઇ ગાળો આપી ફરીયાદીને લાકડાના ઘોકા વડે માથામાં ઘા મારી તેમજ સાહેદ અનુબેનને માથામાં કપાળના ભાગે કુહાડીનો એક ઘા માર્યો હતો. તેમજ આરોપીઓએ લાકડાના ધોકા વડે ફરીયાદીતથા સાહેદોને આડેધડ માર મારી તેમજ ઢીકાપાટુ તથા છુટ્ટા પથ્થરના ઘા મારી તેમજ ફરી તથા સાહેદોને જાનથી મારી નાખવાની ઘમકી આપી તેમજ ફરીયાદીના ઘર પાસે પડેલ રીક્ષા તથા એક્ટીવા સ્કુટર તથા મકાનના દરવાજામાં તોડફોડ કરી નુકશાન પહોચાડી તેમને જ્ઞાતી પ્રત્યે હડધુત કર્યાની ફરિયાદ નોંધાવી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

સામાપક્ષે કીશનભાઇ ભગવાનજીભાઇ ભુંભરીયા (ઉ.વ ૨૪) એ આરોપીઓ વેલજીભાઇ ઉર્ફે વેલો, વેલજીભાઇના પત્ની અનુબેન, વેલજીભાઇનો દીકરો પ્રદીપ, વેલજીભાઇના મોટાભાઇ શંકરભાઇના દીકરા હસમુખભાઇ તથા અજયભાઇ સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે આરોપીઓએ તેના દીકરાને ફરીયાદીના ભત્રીજા મીલન સાથે ક્રિકેટ રમવા બાબતે બોલાચાલી અને ઝઘડો થયેલ. જે બાબતે રાગદ્વેશ રાખી હથીયારો ઘારણ કરી પોતાના ઘર પાસે ફરીયાદી તથા સાહેદોને ગાળો આપી ફરીયાદીને લોખંડના પાઇપ વતી માથામાં ઘા મારી તેમજ સાહેદ ધારાભાઇને માથામા પાઇપ વતી ઘા મારી તથા આરોપીઓએ ફરીયાદી તથા સાહેદોને લાકડાના ધોકાઓ વડે આડેધડ મુંઢ માર મારી ઇજા કરી હતી. આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી શરુ કરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/