મોરબીમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત મોરારીબાપુ અને સાંસદ મોહનભાઇ કુંડારીયા દ્વારા શ્રમદાન

0
157
/

મોરબી : આજે ગાંધી જયંતિના આગલા દિવસે એટલે કે આજના દિવસને વડાપ્રધાન મોદીએ સ્વચ્છતા દિવસ તરીકે ઉજવણી કરવા દરેક લોકોને એક કલાક સુધી શ્રમદાન કરવાનું આહવન કરતા મોરબીની ઝૂલતાપૂલ દુર્ઘટનાના મૃતકોના મોક્ષાર્થે રામકથા માટે આવેલા મોરારીબાપુએ પણ આજે શ્રમદાન કર્યું હતું.મોરારીબાપુ સહિતના મહાનુભાવોએ કથા સ્થળ આસપાસ સફાઈ કરીને લોકોને પણ શ્રમદાન કરવાનો મેસેજ આપ્યો છે.

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કબીરધામ પાસે ઝૂલતાપૂલ દુર્ઘટનાના મૃતકોના મોક્ષાર્થે પ્રખર રામાયણી મોરારીબાપુની રામકથા ગઈકાલથી શરૂ થઈ છે. આ કથામાં ગઈકાલે મોરારીબાપુએ વડાપ્રધાન મોદીના સ્વચ્છ ભારત અભિયાન હેઠળ એક કલાક શ્રમદાન કરવાના આહવાનમાં જોડાઈને તેઓ પણ શ્રમદાન કરશે તેવી જાહેરાત કરી હતી. દરમિયાન આજે સવારે વડાપ્રધાન મોદીના સ્વચ્છ ભારત અભિયાન હેઠળ એક કલાક શ્રમદાન કરવાના આહવાનમાં જોડાયને મોરારીબાપુ, કબીરધામના મહંત શિવરામદાસ બાપુ, સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સહિતના મહાનુભાવોએ કથા સ્થળ આસપાસ સફાઈ કરીને ભારતને સ્વચ્છ રાખવા દરેક લોકોને એક કલાક શ્રમદાન કરવાનું આહવન કર્યું હતું. મોરારીબાપુના શ્રમદાનને કારણે આજે કથા એક કલાક મોડી એટલે આજે સવારે 11 વાગ્યા ના સમયે શરૂ થઈ હતી.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/