મોરબીમાં તંત્રની લાપરવાહી: ત્રાસદાયક ખુટિયાઓએ માતા-પુત્રને ઢીકે ચઢાવ્યા

0
4589
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબીમાં ખુટિયાઓનો આંતક એટલો બધો વધી ગયો છે કે હવે લોકોની જિંદગી સલામત રહી નથી. આજે મોરબીના સામાંકાંઠે જિલ્લા કલેકટર કચેરી સામે સોઓરડી ચોકમાં બે ખુટિયાઓ લડતા લડતા રીક્ષા સ્ટેન્ડ પાસે આવી જઈને રિક્ષામાં બેસવા જતા માતા અને પુત્રને હડફેટે લેતા બન્ને હોસ્પિટલના બિછાને પહોંચી ગયા છે.

મોરબીમાં રસ્તે રઝળતા ખુટિયાઓને ત્રાસે માજા મૂકી છે. તેમાંય હમણાંથી મોરબી નગરપાલિકાએ રસ્તે રખડતા ખુટિયાનો પકડવાની ઝુંબેશ બંધ કરી દેતા શહેરનો એકપણ માર્ગ કે શેરી ગલી બાકી નહિ હોય કે જ્યાં ખુટિયાઓ ત્રાસ ના હોય. દરેક વિસ્તારમાં ખુટિયાઓ રખડતા ભટકતા જોવા મળે છે. જ્યાં જુઓ ત્યાં ખુટિયાઓ જ દેખાય છે. આવી સ્થિતિમાં આજે મોરબીના સામાંકંઠે જિલ્લા સેવા સદન સામે સોઓરડી ચોકમાં આવેલા રીક્ષા સ્ટેન્ડમાં રહેલી એક રિક્ષામાં સમજુબેન લાખાભાઈ ગઢવી (ઉ.વ.35) અને તેનો પુત્ર સિદ્ધાર્થ લાખાભાઈ ગઢવી (ઉ.વ.8) બેસવા જતા હતા ત્યારે આ ચોકમાં બે ખુટિયાઓ યુદ્ધે ચડી લડત લડતા છેઃક રીક્ષા પાસે પહોંચીને રિક્ષામાં બેસવા જતા આ માતા પુત્રને ઢીકે ચડાવ્યા હતા. ખુટિયાની હડફેટે ચડી જતા ઇજાઓ થતા બન્ને માતા પુત્રને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. ખુટિયાઓના આ અંતઃકથી લોકોમાં રોષ પણ વ્યાપી ગયો છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/