હાલ ત્રીજી લહેરની સૌથી મોટી રાહત દર્દીઓને ઓક્સિજન, વેન્ટીલેટરની જરૂરત નહિ
મોરબી : મોરબી જિલ્લામાં હવે ત્રીજી લહેરમાં કોરોનાનો કહેર ધીમીગતિએ શાંત પડી રહ્યો છે. પણ ઓલઓવર સ્થિતિ જોઈએ તો ત્રીજી લહેરમાં કોરોનાએ યુવાનોને શિકાર કર્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં પ્રથમ અને બીજી લહેરમાં વયોવૃદ્ધ કોરોનાના નિશાને બન્યા બાદ ત્રીજી લહેરમાં ચિત્ર બદલાયું છે અને ત્રીજી લહેરમાં સૌથી વધુ યુવાનો કોરોનાનો શિકાર બન્યા છે. પરંતુ યુવાનોમાં સ્ટેમીના વધુ હોવાથી દર્દીઓને ઓક્સિજન, વેન્ટીલેટરની જરૂરત નહિ પડતા ત્રીજી લહેરમાં આ સૌથી મોટી રાહત થઈ છે.
મોરબી જિલ્લામાં ત્રીજી લહેરનો હવે દોઢ માસ જેવો સમયગાળો થઈ ગયો છે. દોઢ માસમાં ગઈ કાલ સુધીમાં 3887 કેસ નોંધાયા છે. આ કેસોનું સરવૈયું કાઢીએ તો ત્રીજી લહેરમાં સોથી વધુ યુવાનો કોરોનાના ભોગ બન્યા છે. જેમાં 1 થી 14 વર્ષમાં 240 બાળકો, 15 થી 35 વર્ષમાં 1817 યુવાનો, 36 થી 60માં 1417 લોકો અને 60 થી વધુમાં 413 બુઝુર્ગને કોરોના થયો છે.આ સરકારી આંકડા મુજબ સૌથી વધુ યુવાનો કોરોનાના શિકાર બન્યા હોવાનું સામે આવ્યું છે.
45 ટકા યુવાનો કોરોનાનો ભોગ બન્યા હોવા છતાં હોસ્પિટલમાં બીજી લહેર જેવી બેડ અને ઓક્સિજન જેવી અવ્યવસ્થા સર્જાઈ નથી. મોટાભાગના યુવાનોમાં ઇમ્યુનિટી વધુ હોવાને કારણે હોસ્પિટલાઝેશન ઘટ્યું છે અને મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ જ છે . જેમાં અત્યાર સુધીમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓની વાત કરીએ તો ગઈ કાલ તા. 04 સુધીમાં 17 લોકો હોસ્પિટલમાં હતા. જેમાંથી હાલ માત્ર 7 જ લોકો દાખલ છે. જો કે બાળકો એકેય હોસ્પિટલમાં દાખલ ન હતા. જ્યારે આ 17 દર્દીઓમાં 22 અને 24 વર્ષને બે યુવાનો , 30 થી 60 વર્ષમાં 6 લોકો અને 60 થી વધુ ઉંમરમાં 9 લોકો દાખલ હતા. જેમાંથી અત્યારે 8 લોકો ડિસ્ચાર્જ અને 7 લોકો હાલ સારવારમાં છે તેમજ 2 ના મોત નિપજ્યા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide