[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબીમાં તાજેતરમા મોરબી શહેરમાં રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ માઝા મૂકી રહ્યો હોવાથી લાંબા સમય બાદ અંતે મોરબી નગરપાલિકા દ્વારા ઢોર પકડ ઝુંબેશ શરૂ કરી ઝુંબેશના પ્રારંભે ગઈકાલે 8 ખુંટીયાને ડબ્બે પુરવામાં આવ્યા હતા.
મોરબી નગરપાલિકા દ્વારા અગાઉ શહેરમાં રસ્તે રઝળતા ઢોરના ત્રાસને દૂર કરવા નંદીઘર પ્રોજેક્ટ શરૂ કરી હજારો ખુંટીયા પકડી નંદીઘરમાં મુકવામાં આવ્યા હતા પરંતુ આ પ્રોજેક્ટને ગ્રહણ લગતા નંદીઘર ને જ તાળા વાસી દેવામાં આવતા શહેર ભરમાં ફરી માતેલા સંઘ અને રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ વકર્યો છે.
બીજી તરફ મોરબી શહેરના મોટાભાગના વિસ્તારમા રસ્તે રઝળતા ઢોર દ્વારા અડિંગો જમાવી આખલાઓ વચ્ચે દ્વંદ્વ યુદ્ધના દ્રશ્યો રોજિંદા બનતા અંતે ફરી એક વાર મોરબી નગર પાલિકા દ્વારા ગઈકાલે રાત્રિથી ઢોર પકડ ઝુંબેશ શરૂ કરી પ્રારંભે 8 અખલાઓને પકડી ગૌશાળામાં મુકવાની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળે છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide