મોરબી : મોરબીમાં જૂન માસના પ્રારંભે જ ચોમાસુ બેસી ગયું હોય તેમ છેલ્લા ત્રણ દિવસથી વરસાદી વાતાવરણ રહ્યું છે અને છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે.દરમિયાન મોરબીમાં ગતરાત્રે 10 થી 12 દરમિયાન 11 એમએમ વરસાદ પડ્યો હતો અને આજે બપોરે 12 થી 2 દરમિયાન મોરબીમાં 10 એમએમ વરસાદ પડ્યો હતો જ્યારે ટંકારામાં ગતરાત્રે 10 થી 12 દરમિયાન 2 એમએમ અને બપોરે 2 થી 4 દરમિયાન 3 એમએમ વરસાદ પડ્યો હતો અને વાંકાનેરમાં આજે બપોરે 12 થી 2 દરમિયાન 7 એમએમ વરસાદ પડ્યો છે.જ્યારે આજે બપોરે માળીયા હાઇવે અને માળીયાના વેજલપર વેણાસર ખાખરેચી કુંભારીયા વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હોવાનું જાણવા મળેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide