મોરબીમાં આજે ત્રીજો કેસ : ગઈકાલે લેવાયેલા શંકાસ્પદ દર્દી પૈકી ૮૯ વર્ષના વૃદ્ધનો રીપોર્ટ પોઝીટીવ : કુલ કેસ 33

0
483
/

મોરબી ખાતેથી ગઈકાલે પાંચ શંકાસ્પદ દર્દી સહિતના લોકોના સેમ્પલ લેવાયા હતા જેમાં મોરબીના ૮૯ વર્ષના વૃદ્ધનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે અને મોરબી જીલ્લામાં આજે ત્રીજો જયારે શહેરમાં બીજા કેસ સાથે કુલ આંક ૩૩ પર પહોંચી ગયો છે

મોરબી સિવિલ હોસ્પિટલ ખાતેથી ગઈકાલે પાંચ શંકાસ્પદ દર્દીના તેમજ અન્ય રૂટિંગ સ્ક્રીનીંગ હેઠળ સેમ્પલ લેવાયા હતા જેમાંથી મોરબી શહેરના રહેવાસી ૮૯ વર્ષના વૃદ્ધનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે જે દર્દી મોરબીના ઘાંચી શેરીના રહેવાસી હોય જેની પણ કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ધ્યાને આવી નથી મોરબી જીલ્લામાં આજે વાંકાનેર અને જોન્સનગર બાદ આ ત્રીજો કોરોના રીપોર્ટ પોઝીટીવ થયો છે અને શહેરમાં બીજો કોરોના પોઝીટીવ કેસ સાથે જીલ્લાનો કુલ આંક ૩૩ પર પહોંચવા પામ્યો છે અને કોરોનાની રફતાર દિન પ્રતિદિન વધી રહેલ છે જેથી આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/