ડોક્ટર્સ ડે સ્પેશ્યલ: મોરબીના ડો. પી. જી જોબનપુત્રા છેલ્લા 17 વર્ષથી ચલાવે છે વ્યસન મુક્તિ કેન્દ્!!

0
869
/

(સ્પેશ્યલ રિપોર્ટ: રાધેશ બુદ્ધભટ્ટી) મોરબી: કહેવાય છે પ્રત્યેક દર્દી ડૉક્ટરમાં ભગવાન નું રૂપ જોતો હોય છે આ વાત ને ખરા અર્થમાં સાર્થક કરે છે મોરબીના એક જાણીતા તબીબ ડો. પી.જી. જોબનપુત્રા સાહેબ

આજે ડોક્ટર્સ ડે નિમિતે ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ દ્વારા આપણે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ મોરબીના જાણીતા તબીબ ડો. પી.જી. જોબનપુત્રા સાહેબ ની કે જેઓ છેલ્લા 17 વર્ષ થી સતત વ્યસન મુક્તિ કેન્દ્ર ચલાવી અનેક વ્યસનીઓ ના જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવી ચુક્યા છે.
મોરબીની ત્રાજપર ચોકડી પાસે સમર્પણહોસ્પિટલ ચલાવતા ડો. પી.જી. જોબનપુત્રા સાહેબ આ ઉપરાંત ‘પુત્રદા’ સારવાર પણ આપી રહ્યા છે જેમાં સંતાન વાંચ્છુક દંપતીઓ કે જેમને સમસ્યાઓ આવતી હોય તેમનું સચોટ નિદાન તથા સારવાર પણ કરવામાં આવી રહી છે. ડો. પી.જી જોબનપુત્રા સાહેબ તરફથી અપાતી ‘પુત્રદા’ હેઠળ અનેક દંપતીઓ સફળ સારવાર લાઇ ચુક્યા છે. તદુપરાંત અન્ય જટિલ રોગો ની સફળ આયુર્વેદિક સારવાર પણ જોબનપુત્રા સાહેબ તરફથી અપાઈ રહી છે
કોઈ ગરીબ કે નિરાધાર દર્દી સાહેબ ના ક્લિનિકે આવે તો ઘણીવાર તેવા દર્દીઓને પણ ડો. પી.જી.જોબનપુત્રા સાહેબ વિનામૂલ્યે પણ સારવાર આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પણ આપી ચુક્યા છે. ત્યારે જેઓને ખરા અર્થમાં ‘કોરોના વોરિયર્સ’ તરીકે જેમને બિરદાવી શકાય તેવા ડો. પી.જી જોબનપુત્રા સાહેબને આજે ડોક્ટર્સ ડે નિમિતે તેમની સેવાપ્રવૃત્તિ ને ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક અભિનંદન પાઠવે છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/