રવાપર રેસિડેન્સીમાં રહેતા યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો જયારે મહેન્દ્રપરામાં રહેતા પિતા-પુત્રનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો : જિલ્લામાં કુલ કેસ થયા 36
મોરબી : મોરબી જીલ્લામાં આજે સતત ચોથા દિવસ એક સાથે ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રવાપર રેસિડેન્સીમાં રહેતા યુવાન અને મહેન્દ્રપરામાં રહેતા પિતા-પુત્રના ખાનગી લેબરોરેટરીમાં કરાવેલ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરનાના કુલ કેસની સંખ્યા 36 થઈ ગઈ છે.
મોરબીમાં શુક્રવારે એક સાથે ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે અંગે મળતી વિગતો મુજબ મોરબીની રવાપર રેસિડેન્સીમાં આવેલા રિધ્ધિ સિધ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા 30 વર્ષના યુવક પરાગભાઈ મોદીનો ખાનગી લેબોરેટરીમાં કરાવેલો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે આ ઉપરાંત મોરબીના મહેન્દ્રપરા-2માં રહેતા જીજ્ઞેશભાઈ નગવાડિયા (ઉ.31) અને તેમના પિતા કાંતિભાઈ નગવાડિયા (ઉ.60) બંને પિતા પુત્રનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બંને પિતા પુત્રના રિપોર્ટ પણ ખાનગી લેબોરેટરીમાં કરવામાં આવ્યા હતા. હાલ આ ત્રણય દર્દીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ બંને સ્થળે આરોગ્ય, પાલિકા સહિતના અધિકારીઓ પોહચી આગળના તકેદારીના પગલાં લેવા કવાયત હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide