મોરબીના બેઠાપુલ ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી જારી

0
95
/
ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે બેઠાપુલના બન્ને છેડે લોખંડની આડશો મૂકી દેવાય

મોરબી : મોરબીના બન્ને પુલ નીચે મચ્છુ નદીના પટ ઉપર બનાવાયેલા બેઠાપુલ ઉપર ટ્રાફિકની ગીચતા વધી ગઈ હતી. આથી, બેઠાપુલ ઉપર ટ્રાફિકનું ભારણ ઘટાડવા ભારે વાહનો ઉપર પ્રવેશબંધી કરી દેવામાં આવી છે અને બેઠાપુલ ઉપર ભારે વાહનો ન નીકળી શકે તે માટે આ પુલના બન્ને છેડે લોખંડની આડશો મૂકી દેવામાં આવી છે.

મોરબીનો બેઠો પુલ હવે ટ્રાફિકથી સતત ધમધમતો થઈ ગયો છે. જોકે બેઠાપુલ ઉપર ભારે વાહનો પણ નીકળતા હોય ટ્રાફિકનો પ્રશ્ન ગંભીર બને તેવી સ્થિતિ સર્જાઈ હતી. આથી, બેઠાપુલ ઉપર ભારે વાહનોની નો એન્ટ્રી ફરમાવી દેવામાં આવી છે અને ભારે વાહનો બેઠાપુલ ઉપર અવરજવર ન કરી શકે તે માટે આ પુલના સામાકાંઠે છેડે અને શહેર તરફના મણિમંદિર પાસેના છેડે લોખંડની આડશો મૂકી દેવામાં આવી છે. આથી, ભારે વાહનોની આ બેઠાપુલ પર અવરજવર બંધ થઈ ગયેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

આ ઉપરાંત, સામા કાંઠે જિલ્લા કલેકટર અને એસપી સહિતની કચેરીના રોડ ઉપર લોખડની આડશો મૂકી દેવામાં આવી છે. જેથી, અહીંયા ભારે વાહનો નીકળી ન શકે. જોકે અગાઉ આ સ્થળે લોખંડની આડશો મૂકી હતી. પણ કોઈ વાહનચાલકે ઠોકર મારતા તૂટી જવાથી હવે ફરીથી લોખંડની આડશો મૂકી દેવામાં આવેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/