મોરબી: હાલ આજે મંગળવારે સવારે 10 વાગ્યાથી મોરબીમાં નિઃશુલ્ક રસીકરણ કેમ્પનું આયોજન શરૂ થયું છે. વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા આજે સવારે 10 વાગ્યાથી આ રસીકરણ કેમ્પ શરૂ થયો છે.
45 વર્ષથી ઉપરની વયના કોઈપણ મહિલા-પુરુષ આ રસીકરણ કેમ્પનો લાભ લઇ શકે છે. આ રસીની કોઈ આડઅસર થતી ન હોય અફવાઓથી દૂર રહેવું. ડાયાબીટીસ, બી.પી. કે અન્ય ગંભીર બીમારીઓ ધરાવતા વ્યક્તિઓએ તો અચૂક રસી મુકાવવાનો અનુરોધ કરાયો છે. પ્રાગટય ક્લિનિક, આંબેડકર કોલોની, રોહિદાસપરા મેઈન રોડ સ્થિત આ કેમ્પમાં રસી મુકાવવા જતા સમયે આધારકાર્ડ અચૂક સાથે લઈ જવું. વધુ માહિતી માટે પરેશ પારિયા મો.નં. 9978999777 પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide