દસ્તા વડે પત્નીને મોતને ઘાટ ઉતારનાર શંકાશીલ સ્વભાવના પતિને ઝડપી લેતી બી ડિવિઝન પોલીસ
મોરબી : હાલ મોરબીના સામાકાંઠે વિદ્યુતનગરમાં પત્નીને દસ્તાના ઘા ઝીકી પતાવી દેનાર શંકાશીલ સ્વભાવના પતિની સીટી બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે.પોલીસના હાથે ઝડપાયેલ આરોપીએ પત્ની કામધંધો કરવા કહેતી હોય પતાવી દીધાની કબૂલાત આપી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત શનિવારે મોરબીના વિદ્યુતનગરમાં આરોપી પ્રવીણ મંછારામ કુબાવતે તેમના પત્ની ભાવનાબેનને મોઢે ડૂચો દઈ માથામાં દસ્તાના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી ઘરને તાળું મારી ફરાર થઈ જતા આરોપીની પરણિત પુત્રીએ પિતા વિરૂદ્ધ હત્યા અંગે ફરિયાદ નોંધાવી હતી.બીજી તરફ સીટી બી ડિવિઝન પોલીસે આ ચકચારી ઘટના અંગે મૃતક ભાવનાબેનની પુત્રી ઉર્વીશાબેનની ફરિયાદને આધારે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી અને ગઈકાલે આરોપી પ્રવીણ મંછારામ કુબાવતને ઝડપી લીધો હતો. વધુમાં આરોપીની પ્રાથમિક પૂછપરછમાં પોતાની પત્ની વારંવાર કામધંધો કરવા કહેતી હોય પતાવી દીધાની કબૂલાત આપી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide