ધ કોબ્રા પોસ્ટ,મોરબી લાઈવના ત્રણ સંચાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી : પુરાવા વિના માહિતી જાહેર કરી બદનામ કર્યા હોવાની રાવ : પોલીસકર્મીઓ પણ સંવેદનશીલ માહિતી પૂરી સંડોવણી ધરાવતા હોવાની શંકા : તપાસ જરૂરી
મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી ગમે તે અધિકારી વ્યક્તિઓ વિશે બેફામ પુરાવો વિના આડેધડ છાપવાનો ક્રેઝ જામ્યો છે અને લોકોને પણ માહિતી સાચી હોય કે ખોટી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ વિરૂદ્ધ ની વાત હોય એટલે વાંચવી અત્યંત ગમે છે એ પછી રાજકારણી હોય અધિકારી હોય કે પત્રકાર હોય ગને તેના વિરુદ્ધ ગમે તેમ લખી આ માહિતી બજારમાં ફરતી કરવામાં આવે છે ત્યારે મોરબીમાં જીલ્લા પંચાયત ના સદસ્ય અને બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા વિરુદ્ધ થોડા સમય પહેલા ધ કોબ્રા પોસ્ટ અને મોરબી લાઈવ નામની વેબસાઈટ મારફતે આક્ષેપો સાથેની માહીતી જાહેર કરાઈ હતી જેમાં અજય લોરીયાએ વેબસાઈટ ના સંચાલક પિયુષ નિમાવત,ડેનિશ દવે અને દેવાંગ રબારી નામના વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં મોરબી જીલ્લા પંચાયત ના સદસ્ય અજય લોરીયાએ પોતાનો વિરુદ્ધ પુરાવા વિના લિંક મારફતે લખાણ વાયરલ કરી જમીનમાં ખોટું દબાણ કરી હોવાની માહિતી જાહેર રાજકીય કારકિર્દી ને નુકસાન પહોંચાડવા બદલ બદનામી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવતા મોરબી શહેર પોલીસે તમામ વિરુદ્ધ આઇપીસીની કલમ ૫૦૦,૫૦૧,૪૬૯ મુજબ નોંધી પોલીસ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.[રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી]
ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...
મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...