હાલ ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી ગાંધીનગર દ્વારા મોરબીના લખધીરજી એન્જીનીયરીંગ કોલેજ ગ્રાઉન્ડ ખાતે હસ્તકલા મેળાનો પ્રારંભ થયો છે જે હસ્તકલા મેળામાં હાથશાળ, હસ્તકલા, ભરતકામ, મોતીકામ, ચર્મકામ અને માટીકામના કારીગરોની કલા કારીગરીનું પ્રદર્શન અને સાથે વેચાણ કરવામાં આવી રહ્યું છે
ત્યારે અમરેલી જીલ્લાના બગસરાના રહેવાસી દેવયાનીબેન પટેલ જણાવે છે કે તેઓ સિરામિક માટીની આઈટમ બનાવી છે મહિલાઓને પગભર બનાવવા સરકાર પ્રદર્શન અને સાથે વેચાણ થાય તેવી તક પૂરી પાડે છે સાથે જ હસ્તકલા મેળાની યોગ્ય રીતે જાહેરાત કરાઈ હોય જેથી ગ્રાહકો મળી રહે છે મોરબીમાં તેને સારો રિસ્પોન્સ મળ્યો હોવાનું જણાવ્યું હતું
જયારે મેળામાં ખરીદી માટે આવેલ ગ્રાહક કાસુન્દ્રા મયુરીબેન જણાવે છે કે એલ ઈ ગ્રાઉન્ડ ખાતે હસ્તકલા મેળો યોજાઈ રહ્યો હોય જેની મુલાકાત લીધી હતી અહી માટી, વાસણ અને કપડા સહિતની ચીજવસ્તુઓ મળી રહે છે હસ્તકલા કારીગરીની ચીજવસ્તુઓ મળતી હોય અને દિવાળીનો તહેવાર નજીક હોય ત્યારે ઘર સજાવટની ચીજવસ્તુઓની ખરીદી માટે તેઓ પહોંચ્યા છે અને કલાત્મક ચીજવસ્તુઓ મેળામાં મળી રહી હોવાનું જણાવેલ હતું
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide