આણંદ : ચરોતરમાં મહિનામાં 630 લોકો સ્થાનિક સંક્રમણનો ભોગ બન્યાં, આણંદમાં 13 અને ખેડામાં 11 કોરોના પોઝિટીવ કેસ

0
19
/

આણંદ -હાલ નડિયાદ શહેર સહિત પંથકમાં તહેવારના દિવસો નજીક આવતા જાય છે. તેમ તેમ કોરોના પોઝિટીવ દર્દીઆેના કેસ પણ વધી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે.પંથકમાં કોરોના કેસ માત્ર એક જ મહિનામાં વધીને 3098ની ઉપર પહોંચી ગયાં છે.જેમાં બુધવારે આણંદ જિલ્લામાં વધુ 13 કેસ નોધાયાં છે.જ્યારે ખેડા જિલ્લામાં 11 નવા કેસ નોધાય છે. જ્યારે એક દર્દીનું મોત નીપજ્યું છે.

બુધવારે નડિયાદ શહેરના ડીડીયુ બોયઝ હોસ્ટેલમાં રહેતો 19 વર્ષના યુવક,શહેરના ખડાયતા પોળમાં રહેતા 40વર્ષની મહિલા,સિવિલ હોસ્પિટલ રોડ પર આવેલી શ્રી વલ્લભકૃપા સોસાયટીમાં રહેતા 40 વર્ષના યુવક અને મહાગુજરાત હોસ્પિટલ પાસે રહેતા 24 વર્ષના યુવક, પીજ ગામે રહેતાં રહેતા 70 વર્ષના વૃદ્ધા, આ ઉપરાંત કપડવંજના તેલનારમાં રહેતા 50 વર્ષના આધેડ, જલોયામાં રહેતા 54 વર્ષના આધેડ,કઠલાલના લસુંદરમાં રહેતા 56 વર્ષના આધેડ,ભાવસાર વાડમાં રહેતા 64 વર્ષના વૃદ્ધ તેમજ મહેમદાવાદના નવાપુરામાં રહેતા 29 વર્ષની યુવતી કોરોનાની ઝપટમાં આવી ગઈ હતી. એક દર્દીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

બીજી તરફમાં આણંદ જિલ્લામાં વધુ નવા 13 કેસ નોધાયા છે. જેમાં આણંદશહેરના વઘાસી રોડ પાસે રહેતાં 40 વર્ષના યુવક, આણંદના મોરજમાં રહેતાં 35 વર્ષની મહિલા, તેમજ કુંજરાવ ગામે રહેતાં 58 વર્ષના આધેડ અને 32 વર્ષની મહિલા, આ ઉપરાંત પેટલાદ શહેરના સાંઈનાથ રોડ પાસે રહેતી 32 વર્ષની મહિલા તેમજ સાંઈરામ બાગ પાસે રહેતાં 40 વર્ષના યુવક, અને રાધેકિશન સોસયટીમાં રહેતાં 62 વર્ષના વૃદ્વા, તેમજ તાલુકાના દંતાલી ગામે રહેતાં 51 વર્ષના આધેડને, વટાવ ગામે રહેતાં 43 વર્ષના પુરૂષને, ઉમરેઠના ચોક બજારમાં રહેતાં 79 વર્ષના વૃદ્વા, તેમજ બોરસદના કાશીપુરા વિસ્તારમાં રહેતાં 61 વર્ષના વૃદ્વા અને આણંદ જિલ્લાના મોટા અંકોડીયા ગામે રહેતાં 45 વર્ષની મહિલાને કોરોના પોઝિટીવ રિપોર્ટ આવતાં આ તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આમ પંથકમાં કોરોના સંક્રમણમાં એક માસમાં 630 કેસનો વધારો પણ થયો છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/