મોરબીમાં કામ ધંધે જવા માતાએ ઠપકો આપતા કોળી યુવાનનો પાણીમાં ઝંપલાવી આપઘાત

0
307
/

મોરબીના નવી ટીંબડી ગામે પથ્થરોની ખાણોના ખાડામાં વરસાદી પાણી ભરાયેલ હોય તેવા જ એક ખાડામાં ઝંપલાવીને કોળી યુવાને આપઘાત કરી લીધો હતો.
મોરબીની સામેકાંઠે આવેલ ત્રાજપર વિસ્તારમાં રહેતા મેહુલ કિશોરભાઈ પરમાર જાતે કોળી નામના ઓગણીસ વર્ષના યુવાને ગઈકાલે નવી ટીંબડી ગામે પત્થરની ખાણમાં પાણીના ખાડામાં ઝંપલાવી દીધું હતું અને તેની જાણ થતાં ફાયર વિભાગે તેમજ મોરબી તાલુકા પોલીસ મેહુલની શોધખોળ શરૂ કરી હતી જોકે શોધખોળના અંતે મેહુલ પરમારનો મૃતદેહ જ હાથ લાગ્યો હતો.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકના સબળસિંહ સોલંકી પાસેથી જાણવા મળતી વિગતો મુજબ મૃતક કિશોર પરમાર છૂટક સિરામિક મજૂરીનું કામ કરતો હતો અને દારૂ પીવાની કુટેવ હતી.દરમિયાનમાં તેની માતાએ દારૂ પીવાનું છોડીને કામ-ધંધે વળવાનું કહ્યું હતું જે બાબતનું લાગી આવતા મેહુલે અંતિમ પગલું ભરી લીધું હતું.વધુમાં તેઓના જણાવ્યા મુજબ થોડા સમય પૂર્વે મેહુલના પિતાનું અવસાન થયું હતું અને મેહુલ મોટો પુત્ર હોય તે ઉપરાંત બીજા બે સંતાનો હોય તેની માતાએ મેહુલને કામ ધંધે લાગવાનું કહેતા તે વાતનું લાગી આવતા મેહુલે જીવનલીલા સંકેલી લીધી હતી.મેહુલે ભરેલા પગલાને લીધે કોળી પરિવાર શોકમગ્ન બની ગયો હતો

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/