મોરબીમાં શ્રમિકોને ઉશ્કેરતા મેસેજ વિડિઓ વાયરલ કરનાર 7 પરપ્રાંતીયની ધરપકડ

0
94
/
અરાજકતા ફેલાય એવા સંદેશાઓ-વિડિઓ સોશિયલ મિડિયામાં વાયરલ કરનાર 7 સામે ગુન્હો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરતી મોરબી પોલીસ

મોરબી : સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો દુરુપયોગ કરી સમાજમાં અરાજકતા ફેલાવવાના મામલે મોરબી પોલીસે સર્વેલાન્સ ટીમની મદદથી સાત શખ્સોને દબોચી લઈ તમામ સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને મોરબી એલસીબીની ટેક્નિકલ ટીમ સોશિયલ મિડિયા પર સતત નજર રાખી રહી છે. કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર સંયોજન સાધીને હાલ શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવી રહી છે ત્યારે અમુક પરપ્રાંતીય શ્રમિકો વોટસએપ ગુપના માધ્યમથી અન્ય શ્રમિકોમાં ભ્રમણા ફેલાય, ગેરસમજ ઉદભવે તેમજ તેને લઈને સુલેહ-શાંતિનો ભંગ થાય તેવા મેસેજ તેમજ વિડીઓ વાયરલ કરી રહ્યા હોવાનું ધ્યાને આવતા આવા વિડીઓ બનાવનાર તેમજ ખોટા મેસેજ ફેલાવતા કુલ સાત શખ્સોને દબોચી લીધા છે. જેમાં વિનોદ શ્રી કુલ્લુ, બલિયા, યુપી, મનન અશોક ચૌહાણ, બલિયા યુપી, ડોક્ટર સરજુ સોનકર, યુપી, અમિતરામ વિંધ્યાચલરામ , બક્સર, બિહાર, રાહુલરામ વિંધ્યાચલરામ, બક્સર, બિહાર, પપ્પુ રવિદાસ સન ઓફ નરેશ રવિદાસ ગયા, બિહાર તથા અજિતકુમાર રવીન્દ્રસિંગ મૂળ રહે. બારાબંકી યુપી વાળાઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વધુ તપાસ એલસીબી મોરબીના પો.ઇન્સ વી.બી.જાડેજા ચલાવી રહ્યા છે.

પોલીસ તંત્ર દ્વારા ખાસ કરીને પરપ્રાંતીય શ્રમિકોને અપીલ કરવામાં આવી છે કે સરકારી ગાઈડલાઇન્ડ મુજબ જે શ્રમિકોને વતન પરત ફરવું હોય એ માટે ટ્રેનો ચલાવાઈ રહી જ છે તો ક્રમ પ્રમાણે સહુનો નંબર આવી જ જશે. આથી કોઈએ આવા આધાર પુરાવા વગરના સોશિયલ મેસેજ પરત્વે ધ્યાન ન આપવું કે આવા મેસેજ ફેલાવવામાં ભાગીદાર ન બનવું અન્યથા કાયદાકીય પગલાં ભરવામાં આવશે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks 

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/