મોરબીમાં કરાર આધારિત ડોકટરો સહિત 70ના સ્ટાફનો રેડ ઝોનમાં ફરજ પર જવાનો ઇન્કાર

0
79
/
અમદાવાદમાં કોરોનાની સારવાર માટે હાજર થવાના હુકમનો વિરોધ કર્યો
સરકારની ગાઈડ લાઈન પ્રમાણે ફરજ જવાનો ઇન્કાર કરનાર સ્ટાફ સામે કાર્યવાહી થશે : આરોગ્ય અધિકારી

મોરબી : મોરબી જિલ્લામાં કરાર આધારિત ફરજ બજાવતા ડોકટરો સહિત 70 ના સ્ટાફને હાલ અમદાવાદમાં કોરોનાની સારવાર માટે ફરજ પર હાજર થવાનો હુકમ કરવામાં આવ્યો છે. પરંતુ રેડ ઝોન અમદાવાદમાં જીવન જોખમે ફરજ પર નહિ જવાનો આ 70 ના સ્ટાફે નિર્ણય કરીને વિરોધ નોંધાવ્યો છે. ત્યારે આ બાબતે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં ફરજ પર જવાનો ઇન્કાર કરનાર આ સ્ટાફ સામે સરકારની ગાઈડ લાઈન અનુસાર ડીડીઓ કાર્યવાહી કરશે.

મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખામાં કરાર આધારિત ફરજ બજાવતા ડોકટરો સહિતના 70 ના સ્ટાફને રેડ ઝોન અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં કોરોનાની સારવાર માટે ફરજ પર હાજર થવાનો સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે પરંતુ આ કરાર આધારિત ડોકટરો આ હુકમનો વિરોધ કરીને આ અંગે ડીડીઓને લેખિતમાં રજુઆત કરી હતી કે અમદાવાદમાં કામગીરી કરવા માટે જે હુકમ થયો છે. તેનો વિરોધ કરીએ છીએ અને તેમની ફરજ પર કોઈજાતની સલામતી ન હોય અને યોગ્ય વેતન મળતું ન હોવાથી રેડ ઝોનમાં ફરજ બજાવવા નહિ જાય.જોકે અગાઉ મોરબી જીલ્લામાંથી આરોગ્ય સ્ટાફની અન્ય જિલ્લાઓમાં કોરોના માટે ફરજ સોપાઈ છે તે કોઈજાતની તેમની સલામતી નથી. માટે રેડ ઝોનમાં જીવ ઉપર જોખમ હોવાથી ત્યાં કામગીરી માટે હાજર નહિ થાય તેવો નિર્ણય જાહેર કર્યો છે.

આ અંગે જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જણાવ્યુ હતુ કે સરકારના પરિપત્ર મુજબ મોરબી જિલ્લાના આરોગ્ય કર્મીઓને અમદાવાદમાં કોરોનાની સારવાર માટે ફરજ સોંપવામાં આવી છે. પણ આ રેડ ઝોનમાં જીવનું જોખમ હોય કરાર આધારિત ડોકટરો સહિતનો સ્ટાફ અમદાવાદ જવાની ના પાડે છે અને સરકાર સમક્ષ પણ તેઓએ માત્ર અનુભવી અને કબેલિયત ધરાવતા ડોકટરો અને સ્ટાફને કોરોનાની ફરજ સોંપવાની માંગ કરી છે અને આવા બિન અનુભવી અને કરાર આધારિત સ્ટાફને ફરજ ન સોંપવાની પણ તેઓ માંગ કરશે તેમ તેમણે જણાવ્યું હતું. જ્યારે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો જે એમ કતીરાએ જણાવ્યું હતું કે ફરજ પર જવાનો ઇન્કાર કરતા સ્ટાફ સામે ડીડીઓ સરકારની ગાઈડ લાઈન પ્રમાણે કાર્યવાહી કરશે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks 

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/