મોરબી: તાજેતરમાં મોરબી તાલુકાના વિવિધ ગામોમાંથી તથા મોરબી શહેરમાંથી પ્રજ્જાનો સબ રજીસ્ટ્રાર કચેરી, મોરબીમાં દસ્તાવેજને લગતી કામગીરી માટે આવતા હોય છે. અને હાલ કોરોના મહામારીની પરિસ્થિતિમાં પણ મોટી સંખ્યામાં દસ્તાવેજો થતા હોય છે જે માટે દરરોજ અંદાજીત પાંચસો જેટલા તથા મહિને પંદર હજાર અને વર્ષે બે લાખ જેટલા અરજદારો દસ્તાવેજ ઓફિસમાં દસ્તાવેજના કામકાજ માટે આવતા હોય છે અને બહોળી કામગીરીને લીધે સરકારશ્રીને કરોડોની સ્ટેમ્પ ડ્યુટીની આવક કરી આપતી મોરબીની સબ-રજિસ્ટ્રાર કચેરી ગુજરાતભર ની જિલ્લા લેવલની કચેરીમાં પ્રથમ નંબરે આવે છે.
આમ છતાં અરજદારો માટે પુરતી સુવિધાઓ નથી. જેથી મહિલા, વૃધ્ધો અને અશકત અરજદારોને તડકામાં સેકાવુ પડે છે. અને વરસાદમાં પલળવુ પડે છે. અને ધેટા બકરાની જેમ ગરમીમાં ઊભા રહેવુ પડે છે. જેને લીધે લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. જેને લઇને તંત્ર સમક્ષ અવાર નવાર રજૂઆત કરવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતા ગઈ સાલ સને ૨૦૧૯ માં વકીલો અને રેવન્યુ પ્રેક્ટિશનરો એ નાછુટકે હડતાલ પાડી કામથી અલિપ્ત રહેવાની ફરજ પડેલ હતી.
આમ છતાં હજુ પણ પુરતી સુવિધાઓ પુરી પાડવામાં આવેલ નથી. આથી મોરબીના કલેકટર, કાર્યપાલક ઇજનેર PWD, નોંધણી નિરીક્ષક તેમજ સબ રજીસ્ટ્રારને લેખિતમાં રજૂઆત કરી અરજદારો અને વકીલો માટે બેઠક વ્યવસ્થા, સહી કરવા માટે ટેબલ, પંખાની વ્યવસ્થા, તડકાથી તથા વરસાદથી રક્ષણ માટે છાપરૂ, અને વેઈટિંગ રૂમ જેવી સુવિધાઓ આપવા માટે સત્વરે કાર્યવાહી કરવા મોરબી રેવન્યુ બાર એસોસિએશન તથા રેવન્યુ પ્રેક્ટિસનરોએ માંગણી કરેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide