ટંકારા: સખી મંડળના બહેનોએ કોરોના વોરિયર્સ માટે 1 હજારથી વધુ રાખડીઓ બનાવી !!

0
85
/

રક્ષાબંધનના પર્વ નિમિત્તે કોરોનાથી પ્રજાને બચાવવા માટે સતત સક્રિય રહેતા કોરોના વોરિયર્સના રક્ષણ માટે ટંકારાના સખી મંડળની બહેનોનું  પ્રશંસનીય કાર્ય

ટંકારા : તાજેતરમાં ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ સમાન રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે કોરોનાના કહેર વચ્ચે પરિવાર અને પોતાના જીવની પરવા કર્યા વગર પોલીસ, ડોકટરો, આરોગ્ય સ્ટાફે સતત ફરજ બજાવીને લોકોની સલામતી માટે જાતને ઘસી નાખી છે. ત્યારે આવા કોરોના વોરિયર્સને રાખડી બાંધી તેમના રક્ષણની પ્રાર્થના કરવા માટે ટંકારા પંથકના સખી મંડળની બહેનોએ સરાહનીય કાર્ય કર્યું છે. જેમાં કોરોના વોરિયર્સ માટે ટંકારા સખી મંડળની બહેનોએ રક્ષાબંધન નિમિતે સુંદર મજાની કલાત્મક 1 હજારથી વધુ રાખડીઓ બનાવી છે.

મોરબી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી પી. જે. ભગદેવ તેમજ નિયામક ડી. ડી. જાડેજાના માર્ગદર્શન હેઠળ તાલુકા વિકાસ અધિકારી એન. એમ. તરખાલા, D.L.M. હિમાંશુભાઈ દલસાણીયા, N.R.L.M યોજના મિશન મંગલમ અંતર્ગત બનેલા સ્વસહાય જૂથના બહેનો સખી મંડળો દ્વારા રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે 1000 થી વધુ રાખડીઓ તૈયાર કરવામાં આવી છે. આ રખડીઓ બનાવવા માટે રાધે શ્યામ સખી મંડળ-હડમતીયા, શક્તિ સખી મંડળ-હડમતીયા, પારુલ મોમાઈ જૂથોએ આ કપરી પરિસ્થિતિમાં પોતાની નૈતિક ફરજ સમજીને આ રાખડીઓ તૈયાર કરીને અન્યોને પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

1000 રાખડીઓ પૈકી 200 જેટલી રાખડીઓ જુદા-જુદા સખી મંડળો દ્વારા વિના મૂલ્યે બનાવવામાં આવી છે અને 200 રાખડીઓ ટંકારા તાલુકાના આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા તાલુકા હેલ્થ ઓફિસર, મેડિકલ ઓફિસર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, આશા બહેનો વગેરે તથા જિલ્લા સંકલન સમિતિના તમામ સભ્યો કલેકટર જિલ્લા વિકાસ અધિકારી, સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ, અધિક કલેકટર અને નિયામક, નિવાસી અધિક કલેક્ટર તથા જુદા-જુદા અધિકારીઓએ કોરોના સમયમાં કરેલી કામગીરી બદલ તેમના આરોગ્યની રક્ષા માટે મોકલવામાં આવી છે. આ સખી મંડળની બહેનોએ કોરોના વોરિયર્સની એક બહેન બનીને તેમના ભાઈની રક્ષા અને ફરજમાં મનોબળ પૂરું પાડવા માટે આ રાખડીઓ મોકલીને અનોખી સંવેદના દર્શાવી છે. આ કામગીરીમાં ટંકારા તાલુકા પંચાત કચેરીના તાલુકા વિકાસ અધિકારી એન. એમ. તરખાલા તથા T.L.M. જી. એમ. પંડ્યા, મેહુલ ફેફર, બોક્ષાભાઈ, બેન્ક સખીઓ તથા સમગ્ર ટીમના સભ્યો જોડાયેલ હતા.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/