જી.એસ.ટી. કચેરીમાં ત્રણ અધિકારીઓ કોરોના પોઝિટિવ
મોરબી : હાલ મોરબી જિલ્લામાં કોરોના વાયરસની ત્રીજી લહેર શરુ થઇ ગઈ છે. જિલ્લામાં ગઈકાલે 182 લોકો કોરોના પોઝિટિવ આવતા પ્રતિદિન કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 200 આસપાસ પહોંચવામાં આવી છે. ત્યારે મોરબીની સરકારી કચેરીઓમાં કોરોના વાયરસે પગપેસારો કર્યો છે.
મોરબીમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. ત્યારે મોરબીમાં લાલબાગ સેવા સદનમાં આવેલ જી.એસ.ટી. કચેરીમાં ત્રણ અધિકારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં આસિસ્ટન્ટ કમિશ્નર, સ્ટેટ ટેક્સ ઓફિસર અને ક્લાર્કનો સમાવેશ થાય છે. તેમજ અન્ય ત્રણ કર્મચારીઓને કોરોનાના લક્ષણો છે. તથા અન્ય કચેરીઓમાં કર્મચારીઓ કોરોના વાયરસથી સંક્રમિત થતા અરજદારો સહિતના મુલાકાતીઓમાં ફફડાટ જોવા મળ્યો છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide