મોરબીમાં કોરોનાની ત્રીજી લહેરમાં હોસ્પિટલને બદલે દર્દીઓને ઘરે જ સારવાર

0
83
/

મોરબી જિલ્લામાં કોરોનાના 623 એક્ટિવ કેસ છતાં બે જ દર્દી હોસ્પિટલમાં દાખલ : હોમઆઈસોલેશનમાં રહેલા દર્દીઓનું 6 ઘનવતરી રથ અને 10 સંજીવની રથ દ્વારા નિયમિત ચેકઅપ

મોરબી : મોરબી જિલ્લામાં ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાથી કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. શરૂઆત ધીમીગતિ બાદ હવે કોરોનાએ રફતાર પકડી છે. હમણાંથી દરરોજ સરેરાશ 70 થી 180 જેટલા કેસ આવે છે. આમ છતા કોરોનાની બીજી લહેર કરતા સ્થિતિ એકદમ બહેતર છે. બીજી લહેરની જેમ હોસ્પિટલોમાં જરાય ભીડ નથી.કોરોના કૂણો પડ્યો હોય તેમ મોટાભાગના દર્દીઓ ઘરે જ સારવાર હેઠળ છે. એટલે પરિસ્થિતિ નિયત્રણ હેઠળ કહી શકાય એમ છે.

મોરબી જિલ્લામાં ડિસેમ્બરના અંતિમ પડાવમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ હતી. એટલે અત્યાર સુધીના 25 દિવસની આસપાસમાં ગઈકાલ સુધીના 623 કોરોનાના એક્ટિવ કેસ છે. તેમાંથી માત્ર બે જ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાં એક મોરબી સિવિલ હોસ્પિટલમાં અને બીજા દર્દી ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. બાકીના બધા દર્દીઓ હોમઆઈસોલેશનમાં છે. એટલે કે ઘરે સારવાર લઈ રહ્યા છે.હોમઆઈસોલેશનમાં રહેલા દર્દીઓનું 6 ઘનવતરી રથ અને 10 સંજીવની રથ દ્વારા નિયમિત ચેકઅપ અને જરૂર જણાય એને સારવારની વ્યવસ્થા કરાઈ છે. આ દર્દીઓને દર બે દિવસે તબિયતની ખબર અંતર માટે પૃચ્છા કરાઈ છે.

આમ ત્રીજી લહેરમાં હોસ્પિટલાઈઝેશનું પ્રમાણ ખૂબ જ ઘટ્યું છે. એટલે બે દર્દીને બાદ કરતાં 623 જેટલા દર્દીઓ ઘરે તબીબોના અભિપ્રાય મુજબ સારવાર લઈ રહ્યા છે. આથી વધુ કેસ હોવા છતાં અત્યારે પરિસ્થિતિ એકદમ નોર્મલ છે. આ કેસોમાં તાવ, શરદી અને ઉધરસ હોય ગંભીર બીમારી ન હોવાથી ઘરે સારી રીતે સારવાર થઈ શકે છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/