શહેરમાં આઠ દિવસ પહેલા ધોધમાર વરસાદ પડ્યો હતો ત્યારે શહેરના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરક થઈ ગયા હતા જોકે આજની તારીખે મોટાભાગના વિસ્તારોમાંથી પાણી ઓસરી ગયા છે પરંતુ ગંદકી યથાવત છે એવો જ ઘાટ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ન્યુ રેલ્વે કોલોની અંદર પણ જોવા મળ્યો છે આજની તારીખે કેટલાક વિસ્તારની અંદર વરસાદી પાણી ભરાયેલ છે તો કેટલાક વિસ્તારમાં ગારો, કીચડ અને ગંદકી જોવા મળી રહી છે જે રેલ્વે કોલોનીમાં રહેતા લોકોના આરોગ્યને નુકશાન કરે તેમ છે છતાં પણ રેલવે વિભાગ દ્વારા આ ગંદકીને દુર કરવા માટે થઈને નક્કર કામગીરી કરવામાં આવતી નથી જેથી કરીને સ્થાનિક કર્મચારીઓના આરોગ્ય સામે ખતરો ઉભો થી રહ્યો છે માટે વહેલામાં વહેલી તકે ગંદકીને દુર કરવામાં આવે તે જરૂરી છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide