મોરબીના ખાડા બુરવા માટે ડોક્ટર, સીએ, ઈજનેર, સીનીયર સિટીજન, યુવાનો સહિતનાએ હાથમાં લીધા પાવડા તગારા!

0
162
/

મારું મોરબી ગ્રીન મોરબી ના સ્લોગન સાથે છેલ્લા ચારેક મહિનાથી યુવાનો, સીનીયર સિટીજન સહિતના લોકો દ્વારા સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જો કે, આ ટીમ દ્વારા આજે પોતાના સ્વખર્ચે મેટલ અને કપચી લાવીને શહેરના શનાળા રોડ, અવની ચોકડી, રવાપર રોડ સહિતના રસ્તા ઉપર ખાડા બુરવા માટેની કામગીરી કરવામાં આવી હતી

ગત સપ્તાહમાં જ્યારે રાજ્યભરમાં વરસાદ પડ્યો હતો ત્યારે મોરબી શહેર અને જીલ્લામાં પણ વરસાદ પડ્યો હતો જો કે, શહેરમાં છેલ્લા દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે મોરબીના તમામ મુખ્ય માર્ગો મગરની પીઠ જેવા થઇ ગયા છે. તેમ છતાં પણ ખાડા બુરવા માટેની કામગીરી જવાબદાર તંત્ર દ્વારા કરવામાં આવતી નથી જેથી કરીને આજે મારું મોરબી ગ્રીન મોરબીની ટીમ દ્વારા શહેરમાં ખાડા બુરવા માટેની કામગીરી કરવામાં આવી હતી તેવું અંબારામભાઈ કાવડિયાએ જણાવ્યું છે અને વધુમાં અંબારામભાઈ કુંડારિયા કહ્યું હતું કે, નાળા રોડ ઉપર ઉમિયા સર્કલ, અવની ચોકડી સહિતના વિસ્તારમાં ખાડા બુરવામાં આવ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, આ ટીમમાં શહેરના ડોક્ટર, સીએ, ઈજનેર, સીનીયર સિટીજન, યુવાનો, મહિલાઓ સહીત કુલ મળીને ૨૦૦ જેટલા લોકો જોડાયેલા છે

આ ટીમના પ્રણેતા ડો. અઘારા ચિરાગએ કહ્યું હતું કે, શહેરમાં ઠેર ઠેર ખાડાઓ પડી જવાથી રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ આ બબાતે તંત્ર જાગૃત ન થતા મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિની ટીમ દ્વારા તંત્રની તેમજ તંત્ર વાહકોની આંખ ખોલવા માટે થઈને આજે શહેરના જુદાજુદા વિસ્તારમાં રોડ વચ્ચેના ખાડા બુરવામાં આવ્યા હતા અને જો આગામી દિવસોમાં પાલિકા દ્વારા રોડ રસ્તાના ખાડા દુર કરવા માટે નક્કર કામગીરી નહિ કરવામાં આવે તો આ ઝૂંબેશ ચાલુ જ રાખવામ આવશે અને શહેરના લોકો દ્વારા આપના હાથ જગન્નાથની ઉકતીને સાર્થક કરવામાં આવશે અત્રે ઉલેખનીય છે કે, આ કામગીરીમાં તંત્ર તરફથી કોઇપણ પ્રકારનો સહકાર દેવામાં આવ્યો નથી તો પણ હાલમાં લોકોને ખાડાની પીડામાંથી મહદઅંશે રાહત મળે તેવી કામગીરી આ ટીમ દ્વારા કરવામાં આવી છે તેવું આ ટીમના સભ્ય ધવલ રાજાએ જણાવ્યું છે

જો મોરબી પાલિકામાં લોકોને ટેક્ષ ભરવા છતાં પણ શહેરના રોડ ઉપરના ખાડા જાતે બુરવા પડે તો પાલિકાના અધિકારી તેમજ પદાધિકારીઓને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી જવું જોઈએ તેવું કહીએ તો અતિશયોક્તિ નથી કેમ કે, એક દિવસના વરસાદમાં મોરબીના રોડ રસ્તા તૂટી ગયા તેને એક સપ્તાહ કરતા પણ વધુ સમય થયો છે તેમ છતાં પણ પાલિકાના લોકોના હિતમાં કામ કરતી નથી જેથી કરીને વાહન ચાલકોને સતત અકસ્માતનો ભય રહે છે માટે મોરબીને સ્વચ્છ બનાવવા માટે અભિયાન ચલાવનાર ટીમે આજથી ખાડા બુરો અભિયાન શરુ કર્યું છે જે પાલિકાના અધિકારી અને પદાધીકારીનું નાક કાપવા સમાન ઘટના છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/