[રિપોર્ટ: અજયસિંહ ચૌહાણ] : પંચમહાલ:પંચમહાલ જિલ્લાના સીમલીયા ગામના માજી સરપંચશ્રી દ્રારા જણાવવામાં આવ્યું કે સીમલીયા , પાદેડી ગોમા નદીમાંથી રેતીની ચોરી બેફામ રીતે થાય છે.
એક ગાડીની પાસ ઉપર બે ત્રણ મોટી મોટી ટ્રકો ભરી રેતી ચોરાય છે . બધી જ ટ્રકો ઓવર લોડ ભરેલી હોય છે . અમારી સીમલીયા પાદેડીનો રસ્તો પણ તોડી નાખેલ છે . માજી સરપંચ દ્રારા લેખિત મા રજુવાત કરતા જણાવ્યું છે કે આ લીઝનો કોન્ટ્રાકટર માથાભારે છે મારી ઘણી જ લાગવગ છે તમારાથી થાય તે કરી લો અને લીજની પરમીટવાળી જગ્યાએ રેતી નથી છતાં આખી નદીમાંથી રેતી બેફામ રીતે ભરે છે . માજી સરપંચ દ્રારા ત્રણ દિવસ પેહલા ગામના આઠ દસ આગેવાનો સાથે ઓવર લોડ ગાડીઓ સીમલીયા સ્ટેન્ડ ઉપર અટકાવવામાં આવી હતી ત્યારે આ લીજ ના કોન્ટ્રાકટરે દામાવાવ પોલીસ સ્ટેશનમાં ફોન કરતાં ની સાથે જ જમાદાર આવીને માજી સરપંચ અને ગામના આગેવાનો ને ધમકાવવા લાગ્યા હતા.અને જમાદારે લીઝ ધારક નો પક્ષ લેતા જણાવ્યું કે રેતીની ગાડીઓ રોકવી નહી નહીતો ગુન્હો દાખલ કરી કાર્યવાહી કરીશ તેવું જમાદાર દ્રારા જણાવવામાં આવ્યું હતું . આ બાબતે ઉચ્ચ કક્ષાએથી તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે અને ઓવર લોડ ગાડીઓ પાસ પરમીટ વગર આ રસ્તે આવશે તો અમે રોકિશું તેવી ચીમકી ઉચ્ચારી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide